જૂનાગઢ લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા ગરીબોને રાશન કીટ વિતરણ

21 May 2020 12:37 PM
Junagadh Saurashtra
  • જૂનાગઢ લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા ગરીબોને રાશન કીટ વિતરણ

જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા લોકડાઉનના ત્રણ તબક્કા દરમિયાન પોતાનું સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવતા ગરીબ અને જરૂરીયાતમંદ એવા પરિવારોને અત્યાર સુધીમાં 2100 રાશન કીટનું વિતરણ કરાયું છે. કોઇપણ જાતની પ્રસિઘ્ધિના મોહ વગર ફોટા પાડયા વગર અને દેખાડો કર્યા વગર કે ટોળા એકઠા કયાૃ વગર સોશ્યલ ડિસ્ટન્સ સહિતના સરકારના નિયમોનું પાલન કરીને વિતરણ કરાયેલી આ રેશન કીટસ દ્વારા દાતાઓનું દાન ગરીબ લોકો સુધી પહોંચાડવામાં આવ્યું છે. હવે પછીના મહત્વપૂર્ણ તબક્કામાં સંસ્થા દ્વારા નાના લોકોને માસ્કનું વિતરણ કરીને પોતાની સુરક્ષા પ્રત્યે જાગૃત કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement