બિગ બી, રણવીર, સોનાક્ષી, ચિત્રાંગદા અને હુમા કુરેશી એકસાથે જોવા મળશે આ ફિલ્મમાં...

21 May 2020 12:06 PM
Entertainment
  • બિગ બી, રણવીર, સોનાક્ષી, ચિત્રાંગદા અને હુમા કુરેશી એકસાથે જોવા મળશે આ ફિલ્મમાં...

આ બધા સ્ટાર્સ ઝી-ફાઈવની ધૂમકેતુમાં નવાઝુદ્દીન સિદીકી અને રાગિણી ખન્ના સાથે જોવા મળશે

રાજકોટ : શુક્રવારે ઝી ટીવીનાં ડિજિટલ પ્લેટફોર્મ ઝી ફાઈવ પર રિલીઝ થનારી ધૂમકેતુનું કામ શરું થયું ત્યારે પ્રોડયુસર કે ડિરેક્ટરને ખબર નહોતી કે લોકડાઉન ચાલતું હશે અને એને લીધે ધૂમકેતુની આતુરતાથી રાહ જોવાશે. નવાઝુદ્દીન સિદીકી અને રાગિણી ખન્ના સ્ટારર આ ફિલ્મમાં પ્રોડયુસર અનુરાગ કશ્યપ પણ ભ્રષ્ટ પોલીસ ઇન્સ્પેક્ટરને રોલ કરે છે. મજાની વાત એ છે કે ફિલ્મમાં આ ત્રણ ઉપરાંત અમિતાભ બચ્ચન, રણવીર સિંહ, સોનાક્ષી સિંહા, ચિત્રાંગદા સિંહ અને હુમા કુરેશી પણ એકેક કેમીઓમાં જોવા મળશે.

ધૂમકેતુ મોહના અને ઇન્સ્પેક્ટર બદલાનીની વાત કહે છે. બન્ને પાસે પોતાની જાતને પુરવાર કરવા માટે 30 દિવસ છે. જો 30 દિવસમાં રિઝલ્ટ ન આવે તો બંનેની જિંદગી દોજખ બનવાની છે. બન્ને પોતપોતાના કામમાં મચી પડે છે અને એક મોડ પર બન્ને એકબીજાની લાઈફમાં એન્ટર થાય છે. યુપીના મોહનાનો રોલ નવાઝુદ્દીન સિદીકી અને ઇન્સ્પેક્ટર બદલાનાનું કેરેક્ટર અનુરાગ કશ્યપ કરે છે.


Loading...
Advertisement