જો કોરોના ફેકટર નહિં નડે તો 25મી સપ્ટેમ્બરે આઈપીએલ રમાઈ શકે છે

21 May 2020 11:27 AM
India Sports
  • જો કોરોના ફેકટર નહિં નડે તો 25મી સપ્ટેમ્બરે આઈપીએલ રમાઈ શકે છે

આઈપીએલનાં ચાહકો માટે રાહતના સમાચાર: ફ્રેન્ચાઈઝીઓ આગળની રણનીતિઓમાં લાગી ગઈ

નવી દિલ્હી તા.21
કોરોના મહામારી સંકટને લઈને બીસીસીઆઈએ ઈન્ડીયન પ્રિમીયર લીગ આઈપીએલની 13 મી સીઝન અનિશ્ર્ચિત મુદત માટે સ્થગિત કરી દીધી હતી પરંતુ હવે આ આયોજનને લઈને એક નવી ખબર આવી છે કે બીસીસીઆઈ આઈપીએલનુ આયોજન 25 મી સપ્ટેમ્બરે કરવાનું વિચારી રહી છે. મીડીયા રિપોર્ટ મુજબ આ ટુર્નામેન્ટ એક નવેમ્બર સુધી ચાલી શકે છે.જોકે, આ ત્યારે શકય બનશે જયારે કોરોના વાઈરસનાં કેસોમાં ઘટાડો થશે.

જેવી ખેલ મંત્રાલયે સ્ટેડીયમ અને ખેલ પરિસરમાં ખેલાડીઓને ટ્રેનીંગની મંજુરી આપી તે સાથે જ આઈપીએલ પર વાતચીત શરૂ થઈ ગઈ હતી. એક ફ્રેન્ચાઈઝી અધિકારીએ જણાવ્યું હતું કે આગળની રણનીતિ પર ચર્ચા ચાલી રહી છે અને તેને ધ્યાનમાં રાખીને જ આગળની નીતિઓ ઘડવામાં આવશે.અહી ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે મોટાભાગની ફ્રેન્ચાઈઝી વિદેશી ખેલાડીઓ સાથે જ આઈપીએલ રમવા માંગે છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે તો ખુલીને પોતાનું મંતવ્ય આપ્યુ હતું કે જો વિદેશી ખેલાડીઓ લીગમાં ન આવતા આઈપીએલ બીજી વિજય હજારે ટ્રોફી બની રહેશે. અલબત આખરે તો બધુ કોરોના કેસ પર આધાર રાખે છે.


Loading...
Advertisement