રાજયમાં વીજવપરાશ વધી 78% : ધંધા ઉદ્યોગો ચાલુ થયાની નિશાની

21 May 2020 11:12 AM
Ahmedabad Gujarat
  • રાજયમાં વીજવપરાશ વધી 78% : ધંધા ઉદ્યોગો ચાલુ થયાની નિશાની

આગામી સપ્તાહમાં ગત વર્ષના વપરાશના આંકડા પહોંચવાની શકયતા

ગાંધીનગર તા.21
રાજયમાં ઉદ્યોગો અને અન્ય ઉપભોકતાઓ દ્વારા વીજવપરાશ સામાન્ય સપાટીના 78.7% થયો છે, જે લોકડાઉન 4.0 અમલમાં હોવા છતાં મોટાપાયે શરૂ થયેલી આર્થિક પ્રવૃતિઓનો ધમધમાટ સૂચવે છે.

વપરાશની આ તરાહ જોતાં રાજય સરકાર ધારે છે કે ગત વર્ષમાં આ ગાળા દરમિયાન હતો તેટલો જ વીજવપરાશ આ વર્ષે પણ જોવા મળશે. આગામી થોડા દિવસોમાં ઘણા ઉદ્યોગો અને વ્યાપારીક પ્રતિષ્ઠાનો કામકાજ શરૂ કરવા તૈયાર થઈ રહ્યા છે.

મુખ્યપ્રધાનના અગ્રસચિવ અને ઈન્ટ્રી અને માઈકલ વિભાગના ઈન્ચાર્જ મનોજ દાસે જણાવ્યું હતું કે માર્ચના છેલ્લા સપ્તાહમાં વીજવપરાશમાં તીવ્ર ઘટાડા પછી માંગ ફરી વળી સામાન્ય વપરાશ જેટલી થઈ છે. સામાન્ય સંજોગોમાં રાજયની માલિકીના જીયુવીએનએલ તથા કેપ્ટીવ પાવરમાંથી વપરાશ દરરોજ 215 મિલિયન યુનિટ રહેતો હોય છે. એ હવે 169.2 મિલિયન યુનીટ થયો છે. જે સામાન્યના 78.7% છે.

અધિકારીએ જણાવ્યું હતું કે ક્નટેઈનમેન્ટ ઝોનમાંથી બહાર આવેલા અમદાવાદ અને અન્ય શહેરોમાં ઉદ્યોગોને બુધવારથી કામ કરવાની છૂટ આપતા ગત વર્ષ કરતાં પણ આંકડો વધી જશે. રાજયમાં ઔદ્યોગીક અને વ્યાપારીક પ્રવૃતિઓ ઝડપથી સામાન્ય થઈ રહી હોવાનો આ મહત્વનો નિર્દેશાંક છે. તેમણે જણાવ્યું હતું કે લોકડાઉન 4.0માં અપાયેલી છૂટછાટો પહેલાં જુદા જુદા જિલ્લામાં 96,469 એકમો કામ કરતા હતા અને એમાં10.76 લાખ શ્રમિકો કામ કરતા હતા.


Related News

Loading...
Advertisement