રાજયમાં લોકડાઉન-4 બાદનાં ઘસારા પર ચિંતા વ્યકત કરતાં મુખ્યમંત્રી: સંયમની સલાહ

20 May 2020 05:32 PM
Ahmedabad Gujarat
  • રાજયમાં લોકડાઉન-4 બાદનાં ઘસારા પર ચિંતા વ્યકત કરતાં મુખ્યમંત્રી: સંયમની સલાહ

કેન્દ્રની બેઠકમાં ગઈકાલની ભીડનો પડઘો પડયો : કાલથી લોન ફોર્મ વિતરણમાં પણ ઘસારો નહિં કરવા અપીલ વધુ એક વિડીયો કોન્ફરન્સ કેબીનેટ બેઠક

રાજકોટ તા.20
ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે આજે વધુ એક વખત મળેલી રાજય કેબીનેટની બેઠકમાં લોકડાઉન 4 બાદની એકજ દિવસની છૂટછાટમાં જ જે રીતે રાજયમા લોકો સોશ્યલ ડીસ્ટન્સની ચિંતા કર્યા વગર બજારોમાં ઉમટયા તેના પર ચિંતા વ્યકત કરતાં મુખ્યમંત્રીએ રાજયનાં લોકોને સ્વયંમ શિસ્ત અપનાવે તેવી અપીલ કરી હતી.

ખાસ કરીને આવતીકાલથી જ રાજયમાં રૂા.1 લાખ સુધીની લોનનાં ફોર્મનું વિતરણ વિવિધ સહકારી બેન્કો મારફત થવાનું છે. તે સમયે લોકો ભીડ ન કરે અને શિસ્તબદ્ધ રીતે જ ફોર્મ લેવા વિ.પ્રક્રિયા માટે કોઈ ઘસારો ન કરે તેવી અપીલ કરી હતી.

આજે કેબીનેટની બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ તમામ મંત્રીઓને લોકડાઉનનું પાલન થાય તે જોવા માટે તંત્રને સહકાર આપવા માટે તેમનાં મતક્ષેત્રમાં કામ કરવા અપીલ કરી હતી. કેબીનેટ બેઠકમાં એસટી બસની સેવા શરૂ થઈ છે તે અંગે પણ સમીક્ષા કરી હતી.


Related News

Loading...
Advertisement