ધો.12 સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર થયાનો બનાવટી પરિપત્ર વાઈરલ કરનાર સામે ફરીયાદ

20 May 2020 05:20 PM
Ahmedabad Gujarat
  • ધો.12 સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર થયાનો બનાવટી પરિપત્ર વાઈરલ કરનાર સામે ફરીયાદ

વિદ્યાર્થીઓ અને છાત્રોને સોશ્યલ મીડીયામાં મેસેજથી ગેરમાર્ગે દોરનાર અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ: શિક્ષણ બોર્ડના સચિવે ગાંધીનગર સેકટર-7ના પોલીસ દફતરે ફરીયાદ નોંધાવતા પોલીસ તપાસનો ધમધમાટ

ગાંધીનગર તા.20
ગુજરાત રાજયના બોર્ડના વિદ્યાર્થીઓ અને વાલીઓને ધો.12 વિજ્ઞાન પ્રવાહ જાહેર કરવા અંગેનો બનાવટી પરિપત્ર તૈયાર કરી તેને સોશ્યલ મીડીયા અને ઈલેકટ્રોનીક માધ્યમથી વાઈરલ કરનાર અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના મદદનીશ સચિવે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

ગાંધીનગર સેકટર નં.7 પોલીસ સ્ટેશનમાં શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ એ.ડી.ખસતિયાએ નોંધાવેલી ફરીયાદ મુજબ ગત તા.18/5/20ના રોજ સોશ્યલ મીડીયામાં ધો.12 સામાન્ય પ્રવાહનુ પરિણામ પ્રસિધ્ધ થવા અંગેનો એક પરિપત્ર કોઈ અજાણી વ્યકિતએ બનાવી જેમા તા.19/5/20ના રોજ પરિણામ પ્રસિધ્ધ થનાર છે તેવુ દર્શાવી આ બનાવટી પરિપત્ર વોટસએપ અને સોશ્યલ મીડીયામાં તેમજ ઈલે. માધ્યમમા મેસેજ વહેતા મુકી બોર્ડના વિદ્યાર્થીઓ, વાલીઓને ગેરમાર્ગે દોરી સાથે સરકારી લોગોનો દુરઉપયોગ કરી જનતાને પણ ગેરમાર્ગે દોરેલ જેની સામે કડક કાર્યવાહી કરવા ફરીયાદમાં જણાવ્યુ છે.

પોલીસે આઈપીસી કલમ 465, 466 સાથે આઈ.ટી. કલમ 66 (સી) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement