શેરબજારમાં તેજી: 500 પોઈન્ટનો ઉછાળો

20 May 2020 05:18 PM
Business India
  • શેરબજારમાં તેજી: 500 પોઈન્ટનો ઉછાળો

નવા પેકેજના આશાવાદથી માનસ પલ્ટાયુ: નિફટી 9000ને પાર

રાજકોટ તા.20
મુંબઈ શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજીનો ધમધમાટ રહ્યો હતો. સેન્સેકસમાં 528 પોઈન્ટનો ઉછાળો હતો. મેટલ, બેંક, એફએમસીજી સહિતના ક્ષેત્રોના શેરોમાં ઉછાળો હતો.

અર્થતંત્રને ધબકતુ કરવા માટે મોદી સરકાર દ્વારા વધુ એક આર્થિક પેકેજ જાહેર થવાના સંકેતોથી માનસ પલ્ટાયુ હતું. 20 લાખ કરોડના પેકેજમાં કોઈ નકકર ન હોવાથી નિરાશા પછી સરકારે નવા પેકેજનો સંકેત આપતા ફરી વખત ધમધમાટ આવી ગયો હતો. વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલી યથાવત હોવા છતાં તે પીવાઈ ગઈ હતી અને માર્કેટ શરુઆતથી જ મકકમ ગતિએ તેજીમાં આગળ ધપતુ રહ્યું હતું. શેરબ્રોકરોના કહેવા પ્રમાણે 20 લાખ કરોડનું જૂનુ પેકેજ કોર્પોરેટ જગતને પસંદ પડયુ ન હતું. હવે નવા પેકેજમાં સીધી સહાય કે કરરાહતોની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

શેરબજારમાં આજે મહીન્દ્ર, ભારત પેટ્રો, એચડીએફસી, શ્રી સિમેન્ટ, હિન્દ લીવર, કોટક બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, લાર્સન, મારૂતી, નેસલે, રીલાયન્સ, સનફાર્મા, ટીસ્કો, ટેક મહીન્દ્ર, અલ્ટ્રાટેક સિમેન્ટ તથા બજાજ ઓટો ઉંચકાયા હતા. હીરો મોટો, ઈન્ડુસઈન્ડ બેંક વગેરે તૂટયા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 528 પોઈન્ટના ઉછાળાથી 30724 હતો. નિફટી 164 પોઈન્ટ વધીને 9043 હતો. બેંક નિફટી 296 પોઈન્ટ તથા મીડકેપ ઈન્ડેકસ 159 પોઈન્ટ ઉંચકાયા હતા.


Loading...
Advertisement