જો ગુજરાતમાં મારી સરકાર આવે તો ઢોંગી દારૂબંધી હટાવી દઉં: શંકરસિંહ વાઘેલા

20 May 2020 05:07 PM
Ahmedabad Gujarat
  • જો ગુજરાતમાં મારી સરકાર આવે તો ઢોંગી દારૂબંધી હટાવી દઉં: શંકરસિંહ વાઘેલા

બાપુનો સનસનીખેજ ખુલાસો: ગુજરાતના પુર્વ સીએમ અને રાજયના એનસીપી પ્રમુખ શંકરસિંહ બાપુનો વિડીયો વાયરલ થયો

અમદાવાદ તા.20
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલ ગુજરાતના એનસીપીના પ્રેસીડેન્ટ શંકરસિંહ વાઘેલાએ એવો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે જો ગુજરાતમાં મારી સરકાર આવશે તો હું ગુજરાતમાં દારૂબંધી હટાવી લઈશ, 100 દિવસમાં કાયદો બનાવી નાખીશ.

શંકરસિંહ વાઘેલા બાપુનો આ વિડીયો આજકાલ સોશ્યલ મીડીયામાં ધૂમ મચાવી રહ્યો છે. જેમાં બાપુ કહે છે ગુજરાતમાં દારૂબંધી એક નાટક છે. ગુજરાતની સાડા છ કરોડની જનતામાંથી કદાચ ચાર કરોડ લોકો એવું માનતા હશે કે આવી ઢોંગી દારૂબંધીની નીતિ બદલવી જોઈએ.

શંકરસિંહ બાપુએ વધુમાં જણાવ્યું હતું કે જો મારી સરકાર આવશે તો પહેલું કામ દારૂબંધીની ઢોંગી નીતિને તોડવાનું કરીશ, 100 દિવસમાં એવો ચુકાદો બનાવીશું કે લોકોને દારૂ પીવા દિવ, દમણ, આબુ, ગોવા, મુંબઈ કે રાજસ્થાન નહીં જવું પડે.

તેમણે જણાવ્યું હતું કે, દર કિલોમીટરે દારુ મળે છે સરકાર પકડે છે તે ખાલી ટ્રેલર છે. યુવાનો ખોટો દારૂ પીને બરબાદી વહોરે છે.


Related News

Loading...
Advertisement