સોનુ-ચાંદી ફરી ઉંચકાયા: ભાવ રૂા.49000ને આંબી ગયા

20 May 2020 04:37 PM
Business
  • સોનુ-ચાંદી ફરી ઉંચકાયા: ભાવ રૂા.49000ને આંબી ગયા

રાજકોટ તા.20
સોના-ચાંદીના ભાવ ફરી સળગ્યા છે અને બન્ને કિંમતી ચીજોના ભાવ ફરી વખત 49000-49000ને આંબી ગયો છે. રાજકોટમાં આજે દસ ગ્રામ સોનાનો ભાવ બીલમાં રૂા.48900 તથા રોકડામાં 46500 હતો. ચાંદીનો ભાવ બીલમાં રૂા.49000 તથા રોકડામાં 47000 હતો. વિશ્ર્વબજારમાં સોનુ ઉંચકાઈને 1746 ડોલર હતું. ચાંદીનો ભાવ 17.51 ડોલર હતો. ઝવેરીઓએ કહ્યું કે બજાર ખુલ્યાને બે દિવસ થયા છે છતાં વેપારની ગાડી હજુ પાટે ચડતી નથી. ધીમી ગતિએ વેપાર વધવાની આશા છે છતાં ઉંચા ભાવથી ખરીદનારા ખાસ રસ લેતા નથી. હાજર માર્કેટની જેમ કોમોડીટી વાયદામાં જ સોના-ચાંદી ઉંચકાયા હતા. સોનુ રૂા.200ના સુધારાથી 47250 હતું. ચાંદી રૂા.350 વધીને 49170 હતી.


Loading...
Advertisement