ધમણ-1નું નિર્માણ ISOના માપદંડ મુજબ IEC-60601ની મંજૂરી બાદ કરાયું છે

20 May 2020 03:41 PM
Ahmedabad Gujarat Rajkot
  • ધમણ-1નું નિર્માણ ISOના માપદંડ મુજબ IEC-60601ની મંજૂરી બાદ કરાયું છે
  • ધમણ-1નું નિર્માણ ISOના માપદંડ મુજબ IEC-60601ની મંજૂરી બાદ કરાયું છે
  • ધમણ-1નું નિર્માણ ISOના માપદંડ મુજબ IEC-60601ની મંજૂરી બાદ કરાયું છે

વધુ એક વખત જ્યોતિ સીએનસી નિર્મિત વેન્ટીલેટરના બચાવમાં ઉતરતી રાજ્ય સરકાર :રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ વીડિયો મેસેજથી ધમણ-1ની તથા જ્યોતિ સીએનસીની કામગીરીને વખાણી : વિશ્વમાં વેન્ટીલેટરની અછત છે તે સમયે રાજકોટના ઉત્પાદકે પૂરું પાડેલું વેન્ટીલેટર 100 ટકા પરિપૂર્ણ છે : વેન્ટીલેટરના નિર્માણ કે ઉપયોગ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયાના લાયસન્સની આવશ્યકતા નથી : ધમણ-1નું પરફોર્મન્સ ટેસ્ટ થયું છે : મેડીકલ સાધનોની ક્લીનીકલ ટ્રાયલ થતી નથી : અમદાવાદ નિષ્ણાંત તબીબોની પેનલ દ્વારા ધમણ-1ને મંજૂરી અપાયા બાદ જ દર્દીઓની સારવારમાં મૂકાયું છે : રાજકોટની કંપનીએ મોંઘા વેન્ટીલેટર દાનમાં આપ્યા છે, જ્યોતિ સીએનસી અને તેના માલિક પરાક્રમસિંહ જાડેજા માતૃભૂમિનું ઋણ ચૂકવવા પ્રયાસ કરે છે તે સમયે થતાં આક્ષેપો અમાનવીય : આરોગ્ય સચિવે આકરા શબ્દોમાં ટીકા વખોડી

રાજકોટ,તા. 20
રાજ્યમાં કોરોના કટોકટી સમયે રાજકોટની જ્યોતિ સીએનસી કંપની દ્વારા તાત્કાલીક રીતે ધમણ-1 વેન્ટીલેટરનું નિર્માણ કરાયું અને અમદાવાદમાં કોરોનાના દર્દીઓ કે જેઓ અંતિમ કટોકટીભરી સ્થિતિમાં હોય તેઓને બચાવવા માટે આ વેન્ટીલેટર મહત્વપૂર્ણ સાબિત થશે તેવી શક્યતા હતા પરંતુ વેન્ટીલેટરની ક્ષમતા અંગે ઓચિંતા સર્જાયેલા વિવાદમાં આજે રાજ્ય સરકારે વધુ એક સ્પષ્ટતામાં જણાવ્યું છે કે જ્યોતિ સીએનસી દ્વારા પૂરા પાડવામાં આવેલા વેન્ટીલેટર સેફટી એન્ડ પરફોર્મ ટેસ્ટ સર્ટિફીકેટ માટે ભારત સરકારની અધિકૃત ગફબહ માન્ય લેબ ઊચઉઈ પાસે ટેસ્ટ કરાવેલા હતા અને તે બાદ જ તેને હોસ્પિટલમાં ઉપયોગ માટે આપવામાં આવ્યા છે.રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આજે વધુ એક વીડિયો પ્રેસ મેસેજમાં ધમણ-1 વેન્ટીલેટરની ક્ષમતાનો જોરદાર બચાવ કર્યો હતો અને એ પણજણાવ્યું હતું કે મેડીકલ ડીવાઈસ રુલ્સ-2017 અંતર્ગત ધમણ-1ને ડીસીજીઆઈના લાયસન્સની જરુર નથી. ડો. રવિએ એ પણ કહ્યું કે જ્યોતિ સીએનસી દ્વારા રાજ્યના દર્દીઓ માટે 466 વેન્ટીલેટર વિનામૂલ્યે પૂરા પાડવામાં આવ્યા છે. ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં જ્યારે વેન્ટીલેટરની અછત છે ત્યારે જ્યોતિ સીએનસીએ આઈએસઓ મુજબના આઈઇસી-60601ની મંજૂરી મેળવ્યા બાદ આ વેન્ટીલેટરનું નિર્માણ કયુર્ર્ંં છે.
ડો.જયંતિ રવિએ જણાવ્યું હતું કે 1 એપ્રિલ 2020ની અસરકર્તા કેન્દ્રના નોટીફીકેશનમાં જેના લાયસન્સની આવશ્યકતા છે તેવા મેડીકલ ડીવાઈસના 37 વસ્તુઓમાં વેન્ટીલેટરનો સમાવેશ થતો નથી તેથી તેના માટે કોઇ લાયસન્સ રાજ્ય કે કેન્દ્ર સરકાર પાસે લેવું જરુરી નથી.
ડો.રવિએ કહ્યું કે જ્યોતિ સીએનસીએ સ્ટાન્ડર્ડ વેન્ટીલેટર માટે આઈઇસી-60601 માપદંડ મુજબ વેન્ટીલેટરનું નિર્માણ કર્યું છે અને ધમણ-1 પરિપૂર્ણ છે એટલું જ નહીં હાઈપાવર કમિટીએ જે 24 ઉત્પાદકોને માન્યતા આપી છે તેમાં જ્યોતિ સીએનસીનો સમાવેશ થાય છે.
આ વેન્ટીલેટરના નિર્માણ પૂર્વે તમામ ચોક્સાઇ રાખવામાં આવી છે. ધમણ-1ના ટેસ્ટ માટે કૃત્રિમ ફેફસા પર પરિક્ષણ કરવામાં આવ્યું છે. અને આ કૃત્રિમ ફેફસા સીએનસીએ મિશીગન સ્ટેટ યુનિ. કે જે વિશ્ર્વની એકમાત્ર નિર્માતા છે તેની પાસેથી મેળવીને લંગ ટેસ્ટ પરફોર્મન્સ કર્યા છે તેમાં ધમણ-1 પાસ થયું છે. ધમણ-1ના પરફોર્મન્સ ટ્રાયલ હોતી જ નથી, દવાઓ, ગોળી કે ઔષધી માટે ક્લીનીકલ ટ્રાયલ હોય છે. મેડીકલ સાધનોનો પરફોર્મન્સ ટેસ્ટ કરાય છે તેથી ટ્રાયલનો પ્રશ્ર્ન ઉભો થતી નથી.
ડો. રવિએ કહ્યું કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ધમણ-1 વેન્ટીલેટરનું 9 એપ્રિલ 2020ના ક્લીનીકલ લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું તેમાં નિષ્ણાંતો હાજર હતા. જે ફેરફાર સૂચવાયા તે કરાયા છે અને પછી જ તે દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાયા છે. ડો. રવિએ કહ્યું કે ફક્ત વતનને મદદરુપ થવાની ભાવનાથી જ્યોતિ સીએનસી અને તેના માલિક પરાક્રમસિંહ જાડેજા માતૃભૂમિનું ઋણ ચૂકવવાના પ્રયાસો કરી રહ્યા છે તે સમયે વેન્ટીલેટરની ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો એ તથ્યહીન જ નહીં અમાનવીય કૃત્ય છે.


Related News

Loading...
Advertisement