સ્ટેડિયમમાં વર્ચ્યુઅલ ફેનથી ખેલાડીઓને પ્રોત્સાહીત કરાશે

20 May 2020 03:20 PM
India Sports
  • સ્ટેડિયમમાં વર્ચ્યુઅલ ફેનથી ખેલાડીઓને પ્રોત્સાહીત કરાશે

કોરોનાએ ખેલકૂદની દુનિયાને સૌથી મોટો ફટકો માર્યો છે.ભરચક્ક રહેતા સ્ટેડીયમોમાં પ્રેક્ષકોની કીકીયારી, લહેરાતા ધ્વજ અને ટીમના ટીશર્ટ પહેરેલા પ્રેક્ષકો તથા ફેવરીટ સમયે ડાન્સ કે પછી ટીમનું ખરાબ પ્રદર્શન થાય તો નિરાશાના સર્જાતા ભાવો આ તમામ સ્ટેડીયમની ખાસીયત થઇ ગઇ છે અને ખેલાડીઓ પણ તેનાથી મોટીવેટ થાય છે પરંતુ હવે સ્ટેડીયમમાં સોશ્યલ ડિસ્ટન્સ વગેરેની પણ ચિંતા છે અને આ દ્રશ્યો સ્ટેડીયમમાં ફરી સર્જાશે કે કેમ તે પ્રશ્ન તે વચ્ચે ટેકનોલોજી કંપનીઓ ખેલકૂદની મદદે આવી છે અને વર્ચ્યુઅલ રીયાલીટીના આધારે સ્ટેડીયમમાં તેવા જ દ્રશ્યો જોવા મળશે.

જે કોઇપણ રમતગમત સમયે દેખાતા હોય છે. જો કે આ પ્રક્રિયા ખર્ચાળ છે પરંતુ ખેલનો ઉન્માદ જાળવી રાખવા માટે જરુરી છે. જર્મનીની કંપનીએ આ માટે ફૂટબોલ મેચ સમયની થીમ તૈયાર કરી છે જેમાં સ્ટેડીયમમાં પ્રેક્ષકો બેઠેલા નજરે પડશે કોમ્પ્યુટર જનરેટેડ આ ફેન જે રીતે ક્રાઉડ કીકીયારી વ્યક્ત કરે છે કે નિરાશા વ્યક્ત કરે છે તે તમામ હાવભાવને અવાજ પણ આવશે. ક્રિકેટ સહિતની ગેમમાં હાલ જે લાઈવ પ્રસારણનું મિક્સીંગ થાય તેવા જ પ્રકારનું મિક્સીંગ કરીને પ્રેક્ષકો રુબરુ હાજર છે તે દર્શાવાશે.


Loading...
Advertisement