સાવધાન, ‘ડોકટર ગુગલ’ આપના આરોગ્ય માટે ખતરો બની શકે છે

20 May 2020 03:17 PM
Health India
  • સાવધાન, ‘ડોકટર ગુગલ’ આપના આરોગ્ય માટે ખતરો બની શકે છે

ગુગલ લાખ દુ:ખો કી એક દવા નથી!: લોકો બીમારીનો ઈલાજ કરાવવા ડોકટર પાસે જવાને બદલે ગુગલમાં સર્ચ કરતા હોવાનો સંશોધનમાં ઘટસ્ફોટ

સિડની તા.20
આજે ગુગલ લાખ સવાલોના જવાબ બન્યું છે ત્યારે લોકો બીમાર પડે ત્યારે ડોકટર પાસે જવાને બદલે ગુગલની શરણમાં જતા હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે. અહીં લોકો લક્ષણોના આધારે પોતાની બીમારીના બારામાં સર્ચ કરીને તેનું નિધન જાણવાની કોશીશ કરે છે પરંતુ એક સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ત્રણમાંથી બે લોકોને ગુગલમાં ખોટી જાણકારી મળે છે.

આ ટ્રેન્ડ તેમની તબીયત માટે ખતરનાક સાબીત થઈ શકે છે. આ સંશોધન ઓસ્ટ્રેલિયામાં સ્થિત એડિથ કોવાન વિશ્વ વિદ્યાલયમાં સંશોધકોએ કર્યું છે. આ માટે તેમણે 36થી વધુ આંતરરાષ્ટ્રીય વેબ આધારીત લક્ષણની તપાસ કરતી વેબસાઈટસનું વિશ્લેષણ કરેલું.

જેમાં તેમને જાણવા મળ્યું કે લક્ષણના આધારે રોગની ઓળખવાળા કિસ્સામાં માત્ર 36 ટકા જ સાચા હતા. આટલું જ નહીં, ગુગલ દ્વારા ચીકીત્સકની પાસે જવાની ચેતવણી પણ અડધાથી વધુ કેસોમાં ખોટી પડી હતી, માત્ર 49 ટકા કેસમાં જ ડોકટર પાસે જવાની સલાહ અપાઈ હતી.

કોરોના સંકટ બાદ વધારો
કોરોના સંકટ બાદ નાની-મોટી બીમારીઓ જેમકે પેટમાં દુ:ખાવો, હળવી ઉધરસથી પીડિત લોકો ડોકટર પાસે જવાનું ટાળે છે, અને તેઓ ગુગલમાં જ લક્ષણોની ઓળખ કરનારા લોકો પાસેથી બીમારીનો પતો મેળવવાની કોશીશ કરે છે. કોરોના બાદ આ લોકોની સંખ્યામાં વધારો કરે છે.

આ એક સિન્ડ્રોમ છે
આવા લોકો મોટેભાગે સાઈબર ક્રોન્ડ્રીયાક સિન્ડ્રોમનો શિકાર બનેલા હોય છે. જે મુજબ માથામાં દુ:ખાવા કે બીમારીનું લક્ષણ દેખાતા જ તેઓ ગુગલ પર સર્ચ કરવાનું શરૂ કરી દે છે. પરંતુ હકીકત એ છે કે આવી વેબસાઈટ કે એપ ખૂબ જ સાવધાનીથી જોવી જોઈએ, કારણ કે આપની મેડીકલ હિસ્ટરીની તેમને માહિતી નથી હોતી.
અનેક બીમારીનો પતો પણ નથી હોતો.

સંશોધન કહે છે કે, આવી વેબસાઈટો પાસે સ્થાનિક બીમારીઓનો ડેટા નથી હોતો. ઓસ્ટ્રેલિયામાં તે રોસ રિવર ફીવર અને હેન્ડ્રા વાયરસને નથી ઓળખી શકતા. ઉલ્લેખનીય છે કે ગુગલ પર સતત ઉધરસ, તાવ, ડાયાબીટીસના લક્ષણો, હાઈ બ્લડ પ્રેસર, પેટમાં દુ:ખાવાની બીમારીને લઈને સૌથી વધુ સર્ચ કરાયું હતું. જયારે સંશોધક મિશેલા હિલે જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ ડાકટરનો વિકલ્પ ન બની શકે. આ માત્ર સુરક્ષાની ખોટી ભાવના પેદા કરી શકે છે.


Loading...
Advertisement