ગુજરાતનો દરેક પરપ્રાંતીય સલામત-સમ્માન સાથે વતન જાય તે જોવાયું છે: મુખ્યમંત્રી

20 May 2020 03:13 PM
Ahmedabad Rajkot Gujarat
  • ગુજરાતનો દરેક પરપ્રાંતીય સલામત-સમ્માન સાથે વતન જાય તે જોવાયું છે: મુખ્યમંત્રી

મચ્છુ હોનારતે મને ગરીબો-વંચિતોની ચિંતા કરતા શિખવ્યું છે: મુખ્યમંત્રી : દેશમાં સૌથી વધુ શ્રમિક સ્પે. ટ્રેનો ગુજરાતમાંથી દોડી છે: મજુરો માટે છાવણી પૂરતું વેતન પણ નિશ્ચીત કર્યુ છે : અમદાવાદમાં કોરોનાના વ્યાપ માટે તબલીગી જવાબદાર: 80% કેસ ફકત 20% ક્ષેત્રમાંથી: અન્ય વિસ્તારોમાં ટેસ્ટના કારણે પોઝીટીવ બહાર લવાય

ગુજરાતમાં વસતા લાખો પરપ્રાંતિય કામદારો તેમના વતન પરત જવા ઈચ્છે છે પણ રાજય સરકાર પુરતી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગઈ છે તેવા આક્ષેપોનો જવાબ આપતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે રાજયમાં કામ કરતા દરેક પરપ્રાંતીય વ્યક્તિ જો તેના વતનમાં નવા માંગતા હોય તો પુરતી સલામતી અને સન્માન સાથે તેઓ પ્રવાસ કરી શકે તે વ્યવસ્થા ગુજરાતમાં ગોઠવાઈ છે અને તેથી જ દેશમાં જે કુલ શ્રમિક એકસપ્રેસ ટ્રેનો દોડી છે તેમાં 46% એકલા ગુજરાતમાંથી જ રવાના થઈ છે અને હજું પણ વધુ દોડવાઈ રહ્યા છીએ તો નજીકના રાજયમાં મજુરોને તેમના વતન જવા ખાસ બસો પણ દોડાવાઈ છે.
શ્રી રૂપાણીએ કહ્યું કે 1979ની મોરબીની મચ્છુ ડેમ દુર્ઘટના માટે હું સતત રાહત બચાવ કામમાં જોડાયેલો રહ્યો હતો અને તેથી આ પ્રકારની સ્થિતિ સમયે ગરીબો અને વંચિતોની જે સ્થિતિ સર્જાઈ છે તેને હું સારી રીતે સમજું છું. ગુજરાતે પ્રજાથી માનવતાભર્યા અભિગમથી પરપ્રાંતીય કામદારોની સમસ્યાને હાથ ધરી છે.
અમોએ તેમના માટે ખાસ છાવણી, ભોજન પાણીની વ્યવસ્થા કરી મજુરોને તેમના માલીકો સાંસદો અને વેતન પણ આપે તે નિશ્ર્ચિત કર્યુ છે. મુંબઈએ જણાવ્યું કે હાલ જે હિજરત છે તે ગુજરાતમાં કોઈ અપુરતી સુવિધા કે ભૂખ્યા હોવાથી થતી નથી પણ આ મજુરોમાં જે કૌટુંબિક અસલામતી કોરોનાના કારણે છે તેથી તેઓ પોતાના પરિવારની સાથે જા માંગે છે અને અમારી સરકાર તેમની સ્થિતિ સમજી શકે છે. અમો તેમને શકય તેટલા ઝડપથી તેમના વતન પહોંચાડવા પ્રયાસ કરીએ છીએ. શ્રી રૂપાણીએ એક પ્રશ્ર્નના જવાબમાં કહ્યું કે આ પરપ્રાંતીયો ગુજરાતના ઔદ્યોગીક ક્ષેત્રના કરોડરજજુ જેવા છે પણ તેઓને જયારે પરિવાર પાસે જવું હોય તો રોકી શકાય નહી અને અમો રોકવા માંગતા પણ નથી. અમોએ આ મજુરોના કેમ્પ માટે રૂા.40 કરોડ ખર્ચ કર્યા છે.
તેઓને રૂા.1000 કરોડનું વેતતન અપાવ્યું છે. જેઓ પરત ફરે છે તેઓ પાસેથી કોઈ ટિકીટ ભાડા લેવાતા નથી. તેઓને સલામત મોકલવાની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી જ છે.
શ્રી રૂપાણીએ આ મુલાકાતમાં ગુજરાતમાં ઓછા ટેસ્ટ, ઉંચા મૃત્યુ અંગે જે પ્રશ્ર્નો છે તેના પણ જવાબ આપ્યા હતા. તેઓએ અમદાવાદમાં કોરોનાના ઉંચા વ્યાપ અંગે કહ્યું કે તબલીગીઓ જે અમદાવાદમાં આવ્યા તેઆએ ખુદની ટ્રાવેલ હીસ્ટ્રી છુપાવી અને અન્ય લોકોને મળતા રહ્યા હતા. અમદાવાદમાં 80 ટકા કોરોના કેસ 20% ક્ષેત્રના છે.
તે જ આ સાક્ષી પુરે છે. અન્ય ક્ષેત્રમાં જે કેસ વધ્યા તે રાજય સરકાર ટેસ્ટ વધારતા બહાર આવ્યા છે. શ્રી રૂપાણીએ કહ્યું કે દેશના અન્ય ભાગોમાં કોરોના આવ્યો તે સમયથી જ અમો એલર્ટ બની ગયા હતા. અમોએ કોરાના માટેની ખાસ હોસ્પીટલ ફકત 10 દિવસમાં જ ઉભી કરી છે. દરેક તબકકે અમો યોગ્ય પ્લાનીંગ મેનેજમેન્ટ કરી શકયા હતા. જેના કારણેજ ગુજરાતમાં ડીસ્ચાર્જ દર 40% જેટલો ઉંચો છે. અમો નવા પડકાર ઉપાડી રહ્યા છીએ અને કોરોના કટોકટીનો શ્રેષ્ઠ શકય મુકાબલો કરીએ છીએ.


Related News

Loading...
Advertisement