રાણાવાવ પંથકના ઢોયાણા ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

20 May 2020 02:18 PM
Porbandar
  • રાણાવાવ પંથકના ઢોયાણા ગામે  જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

(બી.બી.ઠક્કર) રાણાવાવ તા.20
પોરબંદર જિલ્લામાં દારૂ-જુગારની બદીને સદંતર નાબુદ કરવા માટે પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા મળેલ સુચના અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ.બી.એસ.ઝાલા સાહેબની રાહબરી હેઠળ રાણાવાવ પો.સ્ટે.ના એચ.સી. સી.ટી. પટેલ તથા પી.સી. હિમાન્શુભાઈ વાલાભાઈ, ઉદયભાઈ કેશુભાઈ વરૂ,કાનાભાઈ રામભાઈ,પરબતભાઈ લખમણભાઈ વગેરે સ્ટાફ ના માણસો રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન સંજયભાઈ તથા ઉદયભાઈ ને બાતમી રાહે હકિકત મળેલ કે રાણાકંડોરના ઓ પી. ના ઠોયાણા ગામે મંદિર પાસે જાહેરમાં અમુક ઈસમો જુગાર રમે છે જેથી હકીકત વાળી જગ્યાએ રેઈડ કરતા ચાર ઈસમો જાહેરમા જુગાર રમતા મળી આવતા મજકુર ઈસમો પાસેથી રોકડ રકમ 10280/- મળી તથા જુગારના સાહીત્ય સાથે મળી આવતા મજકુર તમામ ઈસમો વિરુધ્ધ જુ.ધા. ક.12 મુજબ રાણાવાવ પો.સ્ટે.મા ગુન્હો રજી કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.


Loading...
Advertisement