રાણાવાવના કોળી યુવાનનું બાઈક સ્લીપ થતાં સારવાર દરમ્યાન મોત : તપાસની કાર્યવાહી

20 May 2020 01:21 PM
Porbandar
  • રાણાવાવના કોળી યુવાનનું બાઈક સ્લીપ થતાં સારવાર દરમ્યાન મોત : તપાસની કાર્યવાહી

(બી.બી. ઠક્કર) રાણાવાવ,તા. 20
રાણાવાવથી સ્ટેશન પ્લોટ તરફ જતા રોડ ઉપર ગત રાત્રિનાં સ્ટેશન પ્લોટમાં રહેતા અતુલ મોહન ચૌહાણ નામનાં કોળી યુવાનનું મોટર સાઈકલ સ્લીપ થતા માથાના ભાગે ઇજા થતા રાણાવાવ સરકારી હોસ્પિટલ લાવવામાં આવેલ ત્યાં તેમનું મરણ થયાનું બહાર આવેલ હતું.
આ યુવાન અતુલભાઈનું આજથી દોઢેક માસ પહેલા આજ રોડ ઉપર યુવાનની સાથે મોટર સાયકલ અથડાઈ હતી. જેથી મરણ જનાર યુવાનનાં ઘરના સભ્યોએ યુવાનનું મોત એક્સીડેન્ટથી નહીં થયાનું રટણ કરતાં રાણાવાવ સરકારી હોસ્પિટલ દ્વારા પોરબંદર ભાવસિંહજીમાં પેનલ દ્વારા પીએમ કરવા માટે મોકલી આપ્યાનું બહાર આવેલ છે.


Loading...
Advertisement