જૂનાગઢ શહેરમાં ઓડ ઇવનના નિયમ મુજબ દુકાનો ખુલ્લી રાખવા તંત્રનો નિર્ણય

20 May 2020 01:11 PM
Junagadh Saurashtra
  • જૂનાગઢ શહેરમાં ઓડ ઇવનના નિયમ મુજબ દુકાનો ખુલ્લી રાખવા તંત્રનો નિર્ણય

વેરા પહોંચમાં છેલ્લા આંક મુજબ એકી-બેકીના બ્લ્યુ અને લાલ સ્ટીકર દુકાનો પર લગાડાશે

જૂનાગઢ,તા. 20
સરકારની ગાઈડલાઈન મુજબ જૂનાગઢ મનપો શહેરની મુખ્ય બજારોમાં આવેલી દુકાનો એકી બેકી તારીખે ખોલવાની જાહેરાત કરી છે,જેમાં વેરાની પહોંચમાં છેલ્લો આંક એકી હોય તેમણે એકી તારીખે અને છેલ્લો આંક બેકી હોય તે બેકી તારીખે દુકાન ખુલશે, એકી માટે બ્લુ અને બેકી માટે લાલ સ્ટીકર લગાવાશે. 54 દિવસના લોકડાઉન બાદ માંડ દુકાનો ખુલી ત્યાં મુખ્ય બજારો, શોપીંગ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનો એકી બેકી તારીખે ખુલશે તેવું ગતકડું બહાર પડતાં વેપારી અને ગ્રાહકોમાં રોષ ફેલાયો છે.
જૂનાગઢ મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ જિલ્લા મેજીસ્ટ્રેટનાં જાહેરનામાના સ્પષ્ટીકરણના મુદ્દા નં. 6માં જણાવ્યા મુજબ મુખ્ય બજારો શોપીંગ કોમ્પ્લેક્ષ સહિતના વિસ્તારોની પહોંચનો છેલ્લો આંક 1-3-5-7-9 એકી હોય તે એકી તારીખે ખુલશે જ્યારે 2-4-6-8 છેલ્લો આંકડો હોય તે બેકી તારીખે ખુલશે અને 9 આંક છેલ્લો હોય તે બેકી તારીખે ખુલશે. આ એકી બેકી પધ્ધતિમાં સરળતા રહે તે માટે મનપા દ્વારા એકી દિવસે ખોલવાની દુકાન પર બ્લુ અને બેકી તારીખે ખોલવાની દુકાન પર લાલ સ્ટીકર લગાવાશે. હવે સ્ટીકર ક્યારે લગાવાશે તે જોવાનું રહ્યું.


Related News

Loading...
Advertisement