ભાવનગર નિરમા ફેકટરી પાસે ટ્રકમાંથી વિદેશી દારૂ જપ્ત : ક્રાઇમ બ્રાંચનો સપાટો

20 May 2020 01:09 PM
Bhavnagar
  • ભાવનગર નિરમા ફેકટરી પાસે ટ્રકમાંથી વિદેશી દારૂ જપ્ત : ક્રાઇમ બ્રાંચનો સપાટો

ટ્રકના માલિક સામે ગુનો દાખલ : ટ્રક-દારૂ કબ્જે

(વિપુલ હિરાણી) ભાવનગર તા.20
ભાવનગર ના નિરમા ફેકટરી પાસેથી ટ્રકમાં વિદેશી દારૂની પેટી નંગ-48 બોટલ નંગ- 576 કિ.રૂ. 1,72,800/- ટ્રક સહિત કુલ કિ.રૂ.3,72,800/-નો મુદામાલ ક્રાઇમ બ્રાંચે જપ્ત કરેલ છે.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે નિરમા ફેકટરી પાસે જાહેરમાં ગેટ નંબર -02 ની પાસે ટ્રક રજી.નંબર- GJ-12-ડ- 2761 ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. જે હકિકત આઘારે રેઇડ કરતા રેઇડ દરમ્યાન બાતમી વાળો ટ્રક મળી સ્તળ ઉપર ટ્રક ડ્રાયવર હાજર મળી આવેલ નહી જેથી તેના ટ્રક રજી નંબર ઉપરથી ટેકનીકલ સોર્ચીસથી ખાત્રી કરાવતા સદરહું ટ્રક ના માલીક શંકરભાઇ કાળાભાઇ બારૈયા રહે. ભાવનગર ક.પરા સાઇઠ ફળી રામાપિરના મંદિર પાસે વાળાનો હોવાનું જણાય આવતા સદરહું ટ્રકમાં ઝડતી તપાસ કરતા ભારતીય બનાવટનો પરપ્રાંત દારૂનો જથ્થો PARTY SPECIAL PREMIUM WHISKY-750 ML NV GROUP ફોર સેલ ઇન ઞઝની કુલ પેટી નંગ-48 જે દરેક પેટીમાં 12 બોટલ મળી કુલ બોટલ નંગ- 576 કુલ કિ રૂ 1,72,800/- તથા ટ્રકની કિ.રૂ.2,00,000/- સહિત કુલ કિ.રૂ. 3,72,800/-નો મળી આવતા ટ્રકના માલીક વિરૂધ્ધમાં વેળાવદર(ભાલ) પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.એન.જી.જાડેજા તથા સ્ટાફે બજાવી હતી.


Loading...
Advertisement