ગોંડલના મોવીયા ગામે જુગાર દરોડો : છ શખ્સો ઝડપાયા

20 May 2020 01:08 PM
Gondal
  • ગોંડલના મોવીયા ગામે જુગાર દરોડો : છ શખ્સો ઝડપાયા

13400નો મુદામાલ કબ્જે કરતી પોલીસ

ગોંડલ તા.20
ગોંડલ તાલુકાના મોવીયા ગામે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. આ અંગે મળતી વિગતો મુજબ ગોંડલ તાલુકા પોલીસ મથક ના પીએસઆઇ એ.વી.જાડેજા, પ્રકાશભાઈ પરમાર, જિતેન્દ્રસસિંહ વાળા, પ્રદીપસિંહ જાડેજા. રવીરાજસિંહ વાળા તથા મહાવીરસિંહ જાડેજા સહિતના ગોંડલ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન રવિરાજસિંહ વાળા ની બાતમી આધારે ગોંડલ તાલુકાના મોવીયા ગામ ની સીમ બંધીયા રોડ આવેલ વાડી પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા કુલ 6 શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં આરોપી જગદિશભાઇ જેંતીભાઇ સોરઠીયા, હરેશભાઇ છ્ગનભાઇ ભાલાળા, કાંન્તીભાઇ જેંતીભાઇ સોરઠીયા, મનોજભાઇ દુર્લભભાઇ વેકરીયા, જીગ્ક્ષેશભાઇ મનસુખભાઇ ભાલાળા, દેવેંદ્રભાઇ મગનભાઇ ચાંગેલા રહે બધા મોવીયા પાસેથી રોકડ રૂ.13400 નો મુદ્દામાલ કબ્જે કરી જુગાર ધારા કલમ 12 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Loading...
Advertisement