ઘરમાં ક્યાં શું છે અને કેવી રીતે ઘર ચાલે છે એ પોતે જાણવું જરૂરી છે : બિગ બી

20 May 2020 12:33 PM
Entertainment
  • ઘરમાં ક્યાં શું છે અને કેવી રીતે ઘર ચાલે છે એ પોતે જાણવું જરૂરી છે : બિગ બી

મુંબઈ : અમિતાભ બચ્ચનનું કહેવું છે કે ઘરમાં ક્યાં શું મૂક્યું છે અને ઘર કેવી રીતે ચાલે છે એ વિશે દરેકને ખ્યાલ હોવો જોઇએ. કોરોના વાઈરસને કારણે લોકડાઉન હોવાથી તેઓ ઘરમાં છે અને ઘર વિશે માહિતી મેળવી રહ્યા છે. તેમના માટે ઘણા લોકો ઘરમાં કામ કરવા માટે છે અને એથી જ તેમને આજ સુધી વિશે જાણકારી મેળવવાનો સમય નહોતો મળ્યો.

આ વિશે અમિતાભ બચ્ચનનું કહેવું છે કે અમુક સંજોગો અને પરિસ્થિતિમાં વ્યક્તિ કેટલીક બાબતો વગર ચલાવતાં શીખી જાય છે અથવા તો તેનો પર્યાય શોધી કામને પુરું કરે છે.આ કોઇ દુ:ખની વાત નથી, પરંતુ આપણી દરેકની અંદર છુપાયેલી એક્ ક્વોલિટી છે. આપણે કોઇ પણ ઇનોવેટિવ આઈડીયા દ્વારા આપણો રસ્તો શોધી કાઢીએ છીએ અને રસ્તામાં આવતી દરેક મુશ્કેલીનો સામનો કરીએ છીએ.

આપણે એક રુટીનમાં રહેવા માટે ટેવાયેલા છીએ અને એથી જ આપણી લાઈફમાં બદલાવ આવે ત્યારે આપણને તકલીફ પડે છે, કારણ કે આપણે આપણી કમ્ફર્ટેબલ લાઇફમાં એના પર્યાય વિશે વિચાર જ નહોતો કર્યો. એવું ઘણું કામ હોય છે જે આપણે જ કરવું જોઇતું હોય છે પરંતુ આપણે કરતા નથી. ઘરમાં ક્યાં શું મુક્યું હોયછે અને એ કેવી રીતે ચાલે છે એ આપણે દરેકે જાણવું જોઇએ. આપણા માટે કામ કરતી દરેક વ્યક્તિઓ પર બધું છોડવા કરતાં આપણે પોતે કામ કરવું જોઇએ. રુમ, બાથરુમ અને લોન્ડ્રી જાતે કરો તો તમને પણ અહેસાસ થાય છે કે તમે જે કામ કર્યું હોય એને સાફ કરતી વખતે તમારા ઘરનો સ્ટાફ કેવી રીતે પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો હોય છે.


Loading...
Advertisement