મેં ક્યારેય પણ મારી ક્ષમતા પર શંકા નથી કરી : વિરાટ કોહલી

20 May 2020 12:32 PM
India Sports
  • મેં ક્યારેય પણ મારી ક્ષમતા પર શંકા નથી કરી : વિરાટ કોહલી

નવી દિલ્હી :
ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીનું માનવું છે કે મેં ક્યારેય મારી પોતાની ગેમ પર ડાઉટ નથી કર્યો. આ વિશે કોહલીએ કહ્યું કે સાચુ કહું તો ગેમની કોઇપણ પરિસ્થિતિમાં મે મારી ક્ષમતા પર ડાઉટ નથી કર્યો. દરેક માણસની કેટલીક વિકનેસ હોય છે અને એને કેટલીક વસ્તુઓ પર ડાઉટ હોય એ સ્વાભાવિક છે.

જો તમે કોઇ ટૂરમાં સારું પફોર્મ નથી કરતા તો તમને તમારી સ્કીલ પર શંકા થવા માંડે છે અને તમે તમારી લયમાં લમી નથી શકતા. ગેમ રમતી વખતે તમે માત્ર એટલું જ વિચારો કે તમે જે રમી રહ્યા છો એ બરાબર છે તો હા એ બરાબર છે. મેચમાં આવતી પરિસ્થિતિઓની સારી વાત એ છેકે તમારે વધારે વિચારવું નથી પડતું તમે માત્ર પરિસ્થિતિઓનાં આધારે પોતાની જવાબદારી નિભાવી રમતા જાણો છો.

તમે જ્યારે કોમ્પીટીશનનાં મૂળમાં નથી હોતા ત્યારે ઓફ ફીલ્ડ પરથી તમને નેગેટીવ ફીલીંગ મળે છે. સાચું કહું તો જ્યારે હું નાનો હતો ત્યારે ભારતની ક્રિકેટ ગેમ જોતો હતો અને જ્યારે તેઓ ગેમ હારી જતા ત્યારે સુતી વખતે હું વિચારતો કે આજે હું જીતાડી શક્યો હોત. જો હું 380 રનો ટાર્ગેટ ચેઝ કરી શકું છું તો તમે પણ એ ચેઝ કરી શકો છો.


Loading...
Advertisement