થૂંક બેન કરાય તો ગેમને બેલેન્સ રાખવા માટે અન્ય વિકલ્પ જરૂરી છે : ગંભીર

20 May 2020 12:30 PM
India Sports
  • થૂંક બેન કરાય તો ગેમને બેલેન્સ રાખવા માટે અન્ય વિકલ્પ જરૂરી છે : ગંભીર

નવી દિલ્હી : ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરનું કહેવું છે કે બોલ પર થૂંક લગાડવાનું બેન કર્યા બાદ એને બદલે અન્ય વિકલ્પ હોવો જોઇએ જેથી ગેમને બેલેન્સ રાખી શકાય.

આ વિશે ગંભીરનું કહેવું છે કે આ વ્યક્તિ-વ્યક્તિ પર આધાર રાખે છે. પણ હા,જ્યારે તેઓ બહાર રમવા જાય છે ત્યારે વધારે સાવચેતીની જરુર છે. મેદાનમાં ગયા બાદ દરેક પ્લેયર પોતાની ગેમમાં મગ્ન થઇ જાય છે. ટી20 વર્લ્ડકપ જ્યાં સુધી યોજવાની વાત છે ત્યાં સુધી એ આઈસીસી અને બીસીસીઆઈના નિર્ણય પર આધાર રાખે છે.

જો દરેક સ્ટેકહોલ્ડર તૈયાર હોય તો શેડ્યુલ પ્રમાણે ગેમ રમાડી શકાય. બોલ પર થૂંક લગાડવાના મુદ્દે લગાવવામાં આવેલો પ્રતિબંધ બોલર માટે મુસીબત ઉભી કરી શકે છે. આઈસીસીએ આનો વિક્લ્પ શોધવો પડશે. મને નથી લાગતું કે બોલને ચમકાવ્યા વિના બેટ અને બોલની જબરદસ્ત જુગલબંદી જોવા મળે. જો તેઓ થૂંક લગાડવાની ના પાડતા હોય તો અન્ય કોઇ વિકલ્પ તેમણે આપવો જ પડશે.


Loading...
Advertisement