બોલ પર થૂંક લગાડવા પર બંધીની ભલામણ કરાઈ

20 May 2020 12:29 PM
India Sports
  • બોલ પર થૂંક લગાડવા પર બંધીની ભલામણ કરાઈ

વધારાના ડીઆરએસની માગણી

દુબઇ : અનિલ કુંહબલેની અધ્યક્ષતાવાળી આઈસીસી ક્રિકેટ કમિટીએ બોલ પર થૂંક લગાડવા પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે, સાથે-સાથે બોલ પર પસીનો લગાડી શકાય છે કેમ કે એનાથી કોરોના વાઈરસના ફેલાવાનોભય લગભગ નહીવત હોય છે. આઈસીસીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે આઈસીસીએ પોતાની સલાહકાર કમિટીના અધ્યક્ષ ડો. પીટર હાકોર્ટે પાસેથી થૂંકના વપરાશ દ્વારા રોગ ફેલાવાના મુદ્દે માહિતી મેળવી હતી અને પછી જ થૂંક પર પ્રતિબંધ મૂકવાની ભલામણ સર્વાનુમતે કરી હતી.

જો કે પરસેવાને લીધે આવો કોઇ ભય રહેતો નથી એટલે પરસેવા પર પ્રતિબંધ મુકવાની કોઇ જરુર રહેતી નથી છતાં રમતનાં ક્ષેત્રમાં સ્વચ્છતા રાખવાની દિશામાં પગલાં લેવામાં આવશે.

ઇન્ટરનેશનલ ટ્રાવેલીંગ બંધ હોવાને લીધે લોકલ અમ્પાયરને તક આપવામાં આવશે અને સાથે સાથે દરેક ટીમને દરેક ફોર્મેટમાં એકસ્ટ્રા ડીઆરએસની વચગાળાની સુવિધા પણ ઉપલબ્ધકરાવવામાં આવે એવી ભલામણ કરવામાં આવી છે.


Loading...
Advertisement