અમદાવાદની નવી યુ.એન.મહેતા હોસ્પીટલને તાત્કાલીક કોવિડમાં ફેરવાઈ

20 May 2020 11:53 AM
Ahmedabad Gujarat
  • અમદાવાદની નવી યુ.એન.મહેતા હોસ્પીટલને તાત્કાલીક કોવિડમાં ફેરવાઈ

દર્દીઓ વધતા નિર્ણય: નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દોડી જઈને વ્યવસ્થા નિહાળી

અમદાવાદ:
ગુજરાતના પાટનગર જેવા અમદાવાદમાં જે રીતે કોરોનાના દર્દીઓ મળી રહ્યા છે તેનાથી હવે અહીની સિવિલ હોસ્પિટલ તથા નવી બનેલી સરદાર પટેલ હોસ્પીટલ લગભગ ફુલ થઈ છે અને તેથી હવે યુ.એન.મહેતા હોસ્પીટલના નવી ઈમારતને કોરોના પોઝીટીવ માટે અનામત રાખી દેવામાં આવી છે.

ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આ હોસ્પીટલની મુલાકાત લીધી હતી અને તેમની સાથે અગ્રસચિવ જયંતિ રવિ પણ સામેલ હતા. અમદાવાદની સિવિલ અને એસવીપી બન્ને ફુલ થઈ છે જયારે હવે આ યુ.એન.મહેતા હોસ્પીટલમાં 850 બેડની સુવિધા છે.

જો કે અગાઉ પણ સરકારે આ હોસ્પીટલને તૈયાર રહેવા આદેશ આપ્યો હતો અને હવે તેની જરૂર પડતા નવા દર્દીઓને આ હોસ્પિટલમાં મોકલવા માટેની સુચના છે અને તે પુર્વ નાયબ મુખ્યમંત્રી પણ નિતીન પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓની ટીમ સાથે હોસ્પીટલની મુલાકાત લીધી હતી.


Related News

Loading...
Advertisement