આજથી ગુજરાતમાં ST બસ સેવા શરૂ થશે : જાણો યાત્રીઓ માટેના નિયમો

20 May 2020 12:06 AM
Gujarat Saurashtra
  • આજથી ગુજરાતમાં ST બસ સેવા શરૂ થશે : જાણો યાત્રીઓ માટેના નિયમો
  • આજથી ગુજરાતમાં ST બસ સેવા શરૂ થશે : જાણો યાત્રીઓ માટેના નિયમો

સવારે ૮ થી સાંજે ૬ વાગ્યા સુધી ઝોનમાં આંતર જિલ્લા ST બસ સેવા ચાલુ થશે

ગાંધીનગર :
• નિગમ ધ્વારા સવારના ૮ થી સાંજના ૬ કલાક સુધી સંચાલન કરવાનો નિર્ણય કરેલ છે.
• નિગમ ધ્વારા ૧૧૪૫ શીડ્યુલ અને ૭૦૩૩ ટ્રીપથી સંચાલન કરવા નિર્ણય કરેલ છે.
• નિગમ ધ્વારા જે તે જીલ્લાની હદમાં તાલુકા થી તાલુકા અને તાલુકાથી જીલ્લા મથક સુધીનું સંચાલન કરવામાં આવશે. તેમજ આ સાથે સામેલ પત્રક મુજબ નિર્ધારિત કરાયેલ ઝોનની હદમાં તે ઝોનના જીલ્લાઓને સાંકળતું સંચાલન આયોજિત કરવામાં આવેલ છે.
• કોઈ પણ રૂટ કન્ટેઈન્ટમેંટ વિસ્તારમાંથી પસાર થશે નહિ.
• બસના મુસાફરોને ઈ-ટીકીટ/મોબાઈલ ટીકીટ મારફતે મુસાફરી કરે તે ઈચ્છનીય છે આમ છતાં સામાન્ય મુસાફરોને અગવડતા ન પડે તે માટે સોશિયલ ડીસન્ટસીંગનું પાલન થાય તે રીતે બસ સ્ટેન્ડ પરના કાઉન્ટર પરથી તેમજ બસમાં કંડકટર મારફતે રોકડ નાણાથી પણ ટીકીટ ઇસ્યુ કરવામાં આવશે.
• બસમાં મુસાફરી કરનાર મુસાફરે તેઓની ટ્રીપ ઉપડતા ઓછામાં ઓછા ૩૦ મિનીટ પહેલા બસ સ્ટેન્ડ પર આવવાનું રહેશે.
• બસની કેપીસીટીના ૬૦ ટકા મુસાફરો સાથે સંચાલન કરવામાં આવશે.
• દરેક બસ ટ્રીપ પૂર્ણ થયેથી સેનેટાઈઝ કરી અને બીજી ટ્રીપમાં ઓપરેટ થશે.
• ડેપો બસ સ્ટેન્ડ ખાતે માત્ર માસ્ક પહેરેલ હોય તેઓને જ પ્રવેશ આપવામાં આવશે.
• બસ સ્ટેન્ડમાં પ્રવેશ સમયે જ ટેમ્પરેચર ચેક કરવામાં આવશે અને લક્ષણ વિહીન મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવશે અને આ સમયે સોશિયલ ડીસન્ટસીંગનું પાલન થાય તે માટે સૂચનાઓ આપેલ છે.
• બસમાં બેસતા તમામ મુસાફરોને સેનેટાઇઝરથી હાથ સાફ કરી બસની અંદર પ્રવેશ આપવામાં આવશે.
• બસમાં મુસાફરોને બેસતા અને ઉતરતા સમયે સોશિયલ ડીસન્ટસીંગનું પાલન થાય તે રીતે બોર્ડીગ અને ડી બોર્ડીગનું સૂચનાઓ પાઠવેલ છે.
• હાલના તબક્કે સમગ્ર અમદાવાદ જીલ્લા સિવાય રાજ્યના બાકીના તમામ જીલ્લાઓમાં નિગમના નોર્મલ સંચાલનના ભાગરૂપે બસનું સંચાલન કરવામાં આવશે. ગાંધીનગર શહેર થી અમદાવાદ શહેર વચ્ચે સંચાલન બંધ રાખવામાં આવેલ છે. આંતર રાજ્ય સંચાલન સંપૂર્ણ બંધ રાખેલ છે.
• મુસાફરો ધ્વારા સરકારની ગાઈડ લાઈન/સોશિયલ ડીસન્ટસીંગનું પાલન કરે તે માટેની બાબત, તમામ બસ સ્ટેન્ડ/કંટ્રોલ પોઈન્ટ પર પબ્લીશ કરી અને જાહેર જનતાને અપીલ કરવાની સૂચનાઓ આપેલ છે.
• નિગમના સંચાલકીય સ્ટાફ માટે આરોગ્યની દ્રષ્ટિએ પુરતી અને પર્યાપ્ત કાળજી લેવામાં આવે તે મુજબનું આયોજન કરેલ છે.
• સરકારની ગાઈડ લાઈન ધ્યાને લઇ નિગમ ધ્વારા તબક્કા વાર સંચાલનનું વિસ્તરણ કરવામાં આવશે.


ઝોનની વિગત

(૧) ઉત્તર ઝોન - બનાસકાંઠા , પાટણ , મહેસાણા , સાબરકાંઠા, અરવલ્લી , ગાંધીનગર .
(૨) મધ્ય ઝોન – ખેડા, પંચમહાલ,મહીસાગર,વડોદરા ,દાહોદ,આંણદ, છોટા ઉદેપુર,
(૩) દક્ષિણ ઝોન – સુરત, વલસાડ,તાપી, ડાંગ, ભરૂચ, નવસારી,નર્મદા
(૪) સૌરાષ્ટ્ર ઝોન – રાજકોટ,મોરબી,જુનાગઢ,પોરબંદર,બોટાદ,ભાવનગર અમરેલી ,જામનગર,સુરેન્દ્રનગર,ગીર સોમનાથ, દેવભૂમિ ધ્વારકા
(૫) કચ્છ ઝોન :- ભુજ થી ઉત્તર ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય શહેરોને જોડતું સંચાલન કરવામાં આવશે.

નોંધ :- ગાંધીનગરથી અમદાવાદ વચ્ચેની સચિવાલયની બસ સેવાઓ હાલના તબક્કે સ્થગિત રખાયેલ છે.


Loading...
Advertisement