એરલાઈન્સ ભારે ઉતાવળી: જૂનથી ડોમેસ્ટીક ફલાઈટોનું બુકીંગ શરૂ કર્યું

19 May 2020 03:43 PM
India Travel
  • એરલાઈન્સ ભારે ઉતાવળી: જૂનથી ડોમેસ્ટીક ફલાઈટોનું બુકીંગ શરૂ કર્યું

31 મે સુધી ઉડ્ડયન સેવા બંધ રાખવા નિર્ણય લેવાયો છે

નવી દિલ્હી તા.19
જૂન પછી કેટલીય ડોમેસ્ટીક ફલાઈટોએ પેસેન્જરો પાસેથી બુકીંગ સ્વીકારવાનું શરૂ કર્યું છે. લોકડાઉન-4.0ની ગાઈડલાઈન્સ મુજબ તમામ કોમર્સિયલ ફલાઈટસ 31 મે સુધી સસ્પેન્ડ કરાઈ છે.

ઈન્ડીગો અને વિસ્તારના સૂત્રોએ જણાવ્યું હતું કે તે ડોમેસ્ટીક ફલાઈટસનું બુકીંગ કરી રહી છે. સ્પાઈસ જેટના પ્રવકતાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમારું ઈન્ટરનેશનલ બુકીંગ 15 જૂન સુધી બંધ છે.

બુકીંગ શરુઆત મામલે ઈન્ડીગો, વિસ્તારા અને ગોએર તરફથી કોઈ સતાવાર કોમેન્ટ કરવામાં આવી નથી. કોરોનાનો ફેલાવો અટકાવવા 25 માર્ચે દેશવ્યાપી લોકડાઉન શરુ થયું ત્યારથી કોમર્સિયલ ફલાઈટો બંધ છે.


Loading...
Advertisement