ગોંડલ પાલિકાના સદસ્યને સંડોવતા હત્યા કેસમાં કારખાનાના ડાયરેકટરના જામીન મંજૂર

19 May 2020 01:20 PM
Gondal
  • ગોંડલ પાલિકાના સદસ્યને સંડોવતા હત્યા કેસમાં કારખાનાના ડાયરેકટરના જામીન મંજૂર

ચોરીની શંકાએ કેન્ટીન વિભાગમાં કામ કરતા કામદારને મરણતોલ માર મારી હત્યા કરી હતી

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.19
ગોંડલ નેશનલ હાઇવે પર ભુણાવા પાસે આવેલ પેન્ટાગોન ફોર્જમાં કેન્ટીન વિભાગમાં નોકરી કરતો ગુજરનાર શંકર ઓફિસમાં ચોરી કરવા પ્રયાસ કરતા કારખાના માલિક સહિતનાં એ ઢીકાપાટું તથા પ્લાસ્ટીકના પાઈપ થી માર મારતા મૃત્યુ નિપજતા તે ખુનના ગુન્હાના કામે ધરપકડ પામેલ આરોપી પૈકી કારખાના ડાયરેકટર આશિષ જમનાદાસ ટીલવા ને ખુન ના ગુનામાં જામીન પર મુકત કરતો ગોંડલ ની સેશન્સ અદાલતે હુકમ ફરમાવેલ છે.
આ કેસની હકીકત જોઈએ તો પેન્ટાગોન કારખાના માં કેન્ટીન વિભાગ મા ફરીયાદ ની સાથે કામ કરતો.શંકર રામ કે જે રાતે કારખાનામાં ઓફિસમાં આટા મારતો સી.સી.ટી.વી. કેમેરામાં જોવામાં આવતા કારખાનામાં ચોરી કરેલ ની શંકા જતા આરોપીઓ એ રસોડા માંથી શંકર ને બહાર લાવી ગ્રાઉન્ડ માં ઢીકાપાટુ તથા પ્લાસ્ટીક ના પાઈપ થી માર મારતા શંકર ના ગામનો જ લક્ષ્મણસિંહ એ તેના ગામના અન્ય કારખાનામાં કામ કરતા વ્યક્તિ બોલાવતા તેઓ આવી મોટર સાયકલમાં શંકર ને બેસાડી લઈ ગયેલ બાદ સાંજ ના શંકર ની લાશ મળતા આરોપીઓ રવિ કાલરીયા (ગોંડલ નગર પાલિકા સદસ્ય) શૈલેષ રોકડ ફોજી (ગોંડલ નગર પાલિકા સદસ્ય), અક્ષય ઉર્ફે ભાણો, વિનોદભાઈ, અશોક રૈયાણી, આશિષભાઈ ટીલવા સામે આડેધડ માર મારી ગંભીર મરણોતર ઈજા કરી જાનથી મારી નાખી હત્યા કરી નાખી બનાવ ના સી.સી.ટી.વી. કેમેરા નું રેકોડીંગ કાઢી નાખી પુરાવાનો નાશ કરવા સંબંધે તે જ કારખાનામાં કામ કરી રહેલા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવેલ. મણસિંહ મોહનસિંહ ચૌહાણ એ ગોંડલ તાલુકા પોલિસ સ્ટેશન માં ધરપકડ પામેલા આરોપીઓ પૈકી આરોપી આસિફ ટીલવા એ જામીન પર મુકત થવા એડવોકેટ સુરેશ ફળદુ મારફત જામીન અરજી કરી રજૂઆત કરેલ કે અરજદારે હથિયાર ધારણ કરી ગુજરનાર પર હુમલોકરેલ હોય તેવું જણાતું નથી, માત્ર ઢીકા-પાટુ નો માર માર્યો નો તથા સી.સી.ટી.વી. ફુટેજ ડિલીટ કર્યા નો આરોપ છે, ચાર્જશીટ ફાઈલ થઈ ગયેલ છે આજુ બાજુ ના સી.સી.ટી.વી. ફુટેજ જોતા બપોર ના દોઢેક વાગ્યે શંકરના જ ગામના બે વ્યક્તિ મોટર સાયકલમાં બેસાડી શંકરને બહાર લઈ ગયેલ છે બાદ પાંચ વાગ્યે લાશ મળેલ છે.જેથી સંપૂર્ણ બનાવ શંકા ના દાયરા માં છે, ગુજરનાર કારખાના ની બહાર નીકળયા બાદ ફરીયાદ મુજબ બનાવે બનેલ હોય તો 108 વિકલ્પ 100 નંબર થી પોલીસનો સહારો લીધેલ હોય તેવું બનેલ ન હોય, ગુનાહિત ભૂતકાળ નથી, વિગેરે લંબાણપૂર્વક રજૂઆત કરી જુદા-જુદા ચુકાદાઓ રજૂ કરી જામીન પરબંને પક્ષની રજૂઆત દસ્તાવેજી પુરાવાઓ લક્ષ લેતા આરોપી સામેના ગુના રોલ ગુજરનારને માર માર્યાનો તથા સી.સી.ટી.વી. ફુટેજ દૂર કરી પુરાવાનો નાશ કર્યાનો હોય, તપાસ પુર્ણ કરી અધિકારીએ ચાર્જશીટ ફાઈલ કરેલ હોય, રિકવરી ડિશકવરી બાકી ન હોય એફ.એસ.એલ. રીપોર્ટ આવેલ ન હોય, કેસના ઉડાણ માં ગયા વગર આરોપીને ઉમર તથા નામદાર એપેક્ષ કોર્ટના તથા હાઈકોર્ટના અરજદાર તરફે રજુ થયેલ ચુકાદા માં પ્રસ્થાપિત થયેલ સિદ્ધાંતો, ગુનાહિત ભૂતકાળ ન હોવાની હકીકતો તથા ટ્રાયલમાં હાજરી સિકયોર હોવા સહિતની બાબતો લક્ષે લઈ અરજદારની તરફેણમાં અંતર્ગત સતાનો ઉપયોગ કરવાનો મુનાસીફ મા અરજદાર ને જામીન પર મુક્ત કરવા હુકમ ફરમાવવામાં આવેલ. ઉપરોક્ત કેશમાં આરોપી અશોક રૈયાણી વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા તથા ગોંડલ ના પરેશ રાવલ રોકાયેલ હતા.


Loading...
Advertisement