કાશ્મીરને છોડો, પહેલાં તમારા નિષ્ફળ દેશ વિશે કંઇક કરો : સુરેશ રૈના

19 May 2020 01:16 PM
India Sports
  • કાશ્મીરને છોડો, પહેલાં તમારા નિષ્ફળ દેશ વિશે કંઇક કરો : સુરેશ રૈના

નવી દિલ્હી : સુરેશ રૈનાનું કહેવું છે કે પાકિસ્તાને પહેલાં તેમના નિષ્ફળ દેશ વિશે કંઇક કરવું જોઇએ અને ત્યારબાદ લોકોની ચિંતા કરવી જોઇએ. શાહીદ આફ્રિદીએ હાલમાં ઇન્ડીયા વિરુધ્ધ કરેલી કમેન્ટને પગલે ઇન્ડીયન ક્રિકેટર છંછેડાયા છે.

આ વિશે સુરેશ રૈનાએ ટવીટ કર્યું હતું. લોકો ચર્ચામાં રહેવા માટે શું-શું કરે છે ? ખાસ કરીને એવો દેશ જે લોકોના દાન પર જીવતો હોય, તમે કાશ્મીરને છોડો, પહેલાં પોતાના નિષ્ફળ દેશ માટે કંઇક કરો, હું એક પ્રાઉડ કાશ્મીરી છું અને હંંમેશા આ અદ્દભુત ઇન્ડીયાનો જ પાર્ટ બનીને રહીશ. જયહિન્દ.


Loading...
Advertisement