જૂનાગઢ કલેક્ટર કચેરીમાં કોરોના વોર રૂમ શરૂ

19 May 2020 01:04 PM
Junagadh Saurashtra
  • જૂનાગઢ કલેક્ટર કચેરીમાં કોરોના વોર રૂમ શરૂ

પોઝિટીવ દર્દીની ટ્રાવેલ હીસ્ટ્રી તેના સંપર્કોની વિગત વીડિયો કોન્ફરન્સથી મેળવી શકાશે

જૂનાગઢ,તા. 19
જૂનાગઢ જિલ્લામાં કોરોના કેશની સંખ્યા વધી રહી છે જેને ધ્યાને લઇ આજથી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોરોના વોર રુમનો પ્રારંભ કરાયો છે. આ કંટ્રઓલ એન્ડ સેન્ટર ખાતેથી પોઝીટીવ દર્દીઓની ટ્રાવેલ હીસ્ટ્રી તથા તેના સંપર્કોમાં આવેલા લોકોની વિગત સહિતની વાત રુબરુ મળવાના બદલે વીડિયો કોન્ફરન્સથી થઇ શકશે જેથી અન્ય ચેપ લાગવાની શક્યતા પણ નહીં રહે.
આ અંગે કલેક્ટર ડો. સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે ટેકનોલોજીનો ઉપયોગ કરી કોરોનાના કંટ્રોલ રુમ બનાવવામાં આવ્યો છે. જેમાં કોઇ વ્યક્તિ સાબલપુર ચોકડીથી શહેરમાં પ્રવેશ કરે ત્યારથી ક્વોરેન્ટાઈન થાય તે તેના ઘરે આનુષાંગીક ગતિવિધિનું નિરીક્ષણ થઇ શકશે.
વધુમાં કલેક્ટર પારઘીએ જણાવ્યું છેકે આ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર ખાતેથી પોઝીટીવ દર્દીની ટ્રાવેલ હીસ્ટ્રી તેમજ તેના સંપર્કમાં આવેલા લોકોની વિગત સહિતની બાબત અંગેની માહિતી વીડિયો કોન્ફરન્સથી મેળવવામાં આવશે જેથી પોઝીટીવ દર્દીનાં સીધા સંપર્કમાં ન આવવું પડે અને તે જ્યાં દાખલ હોય ત્યાં જવા માટે પીપીઈ કીટ પહેરવી પડે છે. બધી વિગતો વીડિયો કોન્ફરન્સથી મેળવી લેવાશે. જેથી અન્ય વ્યક્તિને ચેપનો ખતરો ટળશે અને પીપીઈ કીટનો પણ ઓછો વ્યય થશે. તેમજ ક્ધટેન્ટમેન્ટ વિસ્તાર પર પણ નજર રાખી શકાશે.


Related News

Loading...
Advertisement