રાજકોટમાં વેપાર-ધંધાનો થયો ‘મંગળ’ પ્રારંભ: પાન-મસાલા લેવા માટે લાગી રેશનીંગ જેવી લાઈનો!

19 May 2020 10:28 AM
Rajkot Saurashtra
  • રાજકોટમાં વેપાર-ધંધાનો થયો ‘મંગળ’ પ્રારંભ: પાન-મસાલા લેવા માટે લાગી રેશનીંગ જેવી લાઈનો!

55 દિવસ બાદ બજારો ખુલતાં વેપારીઓ જથ્થાબંધ બજારમાં ઉમટયા: પોલિસ દોડી: ‘વાળ-દાઢી’ ઉતારવાનુ મુહુર્ત પણ આવ્યું.....

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજથી ક્નટેનમેન્ટ અને નોન ક્નટેનમેન્ટ બે ઝોન મુજબ વેપાર-ધંધા ખોલવા સરકારે છૂટ આપતાં જ વેપારી સહિતનાં લોકો બજારમાં નિકળી ગયા છે.

છુટક દુકાનોમાં માલ ભરવા સૌ પ્રથમ જથ્થાબંધ એજન્સીઓમાંથી માલ લેવો જરૂરી હોય આજે રાજકોટનાં જુદા જુદા વિસ્તારમાં સવારમાં વેપારીઓ પહોંચ્યા હતા. એજન્સીઓ ખુલે તે પહેલાં જ જુના રાજકોટ અને નવા રાજકોટનાં અનેક વિસ્તારમાં ધંધાર્થીઓ ટોળાની જેમ જમા થઈ જતાં પોલિસે દોડવુ પડયુ હતું. સોશ્યલ ડીસ્ટન્સનો પણ ભંગ થતો હતો. પરંતુ બે-બે મહિને દુકાનના શટર ખૂલતાં રાજકોટનાં જીવમાં જીવ આવ્યો છે.

ઘણા વેપારીઓએ સૌ પહેલા દુકાન બહાર અને અંદર સફાઈ કામ કર્યુ હતું. કરણપરા, સદર વિસ્તારમાં ઉમટેલા વેપારીઓ સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે.

તો 55-55 દિવસથી માથામાં કાતર ફરી ન હોય તેવા બદલાઈ ગયેલા રંગ-રૂપ સાથે અનેક લોકો સવારમાં હેરસલુનમાં પહોંચી ગયા હતા. જે બાલ-દાઢી ઉતારવાનો પણ જાણે પ્રસંગ હોય તેમ હેરસલુન ફૂલ થઈ ગયા હતા. (તસ્વીર: અરવિંદ વાઘેલા)

Loading...
Advertisement