સ્ટીવ વો સૌથી સેલ્ફિશ પ્લેયર છે જેની સાથે હું રમ્યો છું : શેન વોર્ન

18 May 2020 06:07 PM
Sports
  • સ્ટીવ વો સૌથી સેલ્ફિશ પ્લેયર છે જેની સાથે હું રમ્યો છું : શેન વોર્ન

સિડની : ઓસ્ટ્રેલિયન સફળ સ્પિનર રહી ચૂકેલા શેન વોર્ને કહ્યું છે કે પોતાની કરીઅરમાં હું જે પણ પ્લેયરો સાથે રમ્યો છું એમાં સ્ટીવ શો સૌથી સેલ્ફીશ પ્યેર છે.વાસ્તવમાં પોતાની ઇન્ટરનેશનલ કરીઅરમાં સ્ટીવ વો કેટલીવાર રનઆઉટ થયો છે એ વિશે ચર્ચા ચાલી રહી હતી અને એ ચર્ચામાં પોતાનો જવાબ આપતાં વોર્ને કહ્યું કે પોતાની ટેસ્ટ કરીઅરમાં સ્ટીવ વો સૌથી વધારે 104 વખત રનઆઉટ થયો છે અને તેણે પોતાની સામે રમી રહેલા પાર્ટનરને 73 વાર રનઆઉટ કરાવ્યો છે. બરાબર ? મેં 1000 વાર કહ્યું છે કે હું સ્ટીવ વો સાથે નફરત નથી કરતો. મેં તેને મારી બેસ્ટ ઓસ્ટ્રેલિયન ટીમમાં પણ સામેલ કર્યો છે. વાત માત્ર એ છે કે મારી કરીઅરમાં હું જે પણ પ્લેયર સાથે રમ્યો છું તેમાં સ્ટીવ વો સૌથી સેલ્ફીશ છે. તેને હંમેશા પોતાના 50ની એવરેજની જ ચિંતા હોય છે.


Loading...
Advertisement