ગુજરાત નવી રીતે લોકડાઉનથી લડશે:રૂપાણી

18 May 2020 05:58 PM
Ahmedabad Gujarat
  • ગુજરાત નવી રીતે લોકડાઉનથી લડશે:રૂપાણી

લોકડાઉન હળવુ હશે તેવો મુખ્યમંત્રીનો સંદેશ

નોન કન્ટેનમેન્ટ ઝોનમાં છુટછાટો હશે. પરપ્રાંતિયોને પુરા સન્માન સાથે પરત મોકલાયા છે. ગુજરાત પર યોગીનાં આક્ષેપને ફગાવતા રાજયમાં ગુજરાતમાં લોકડાઉન-4 ની રૂપરેખાનો પ્રારંભ થઈ ગયો છે અને હવે ગાઈનલાઈનનો ઈંતેજાર છે તે વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ એક ટીવી મુલાકાતમાં કહ્યું કે ગુજરાત નોન-કેન્ટેનમેન્ટ ઝોનમાં નવી રીતે લોકડાઉન લાગુ કરીને કોરોના સામેની લડાઈ લડશે.
શ્રી રૂપાણીએ આ મુલાકાતમાં રાજયમાં પરપ્રાંતિયોને ભોજન મળતા નથી. તેવા ઉતર પ્રદેશનાં મુખ્યમંત્રી આદીત્યનાથનાં વિધાનોને ફગાવી દેતા કહ્યું કે ગુજરાતમાં થોડા મજુરો રોડ પર આવ્યા તેઓ ઝડપથી વતન જવા માંગતા હતા. તેથી થોડા લોકો માર્ગ પર આવ્યા વાસ્તવમાં તેઓ જે રાજયમાં જવા માંગતા હતા તે રાજયનાં તંત્રએ ટ્રેનની મંજુરી આપવા નિર્ણય કર્યો. તેનાથી આ સમસ્યા સર્જાઈ છે. તેઓને ભોજન પાણીની કોઈ સમસ્યા નથી.
શ્રી રૂપાણીએ કહ્યુ કે જે મજુરો તેમના વતન ગયા છે તેઓ ઝડપથી પરત આવી જશે ગુજરાતમાં તેઓ માટે રોજી રોટી, છે અને તેથી જ દેશમાં સૌથી વધુ પરપ્રાંતિયો આવે છે.


Related News

Loading...
Advertisement