ગુજરાત સંપૂર્ણ ક્યારે બેઠુ થશે તેની કોઇ ગેરેન્ટી નથી : નિતીન પટેલ

18 May 2020 05:09 PM
Ahmedabad Gujarat
  • ગુજરાત સંપૂર્ણ ક્યારે બેઠુ થશે તેની કોઇ ગેરેન્ટી નથી : નિતીન પટેલ

ગુજરાતમાં કોરોનાના કારણે જે રીતે ધંધા-ઉદ્યોગ બે માસથી વધુ સમયથી બંધ પડ્યા છે તેમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલેએ એવું જણાવ્યું કે રાજ્ય સરકાર કોરોનાનો મુકાબલો કરવામાં રોજ એક કરોડ રુપિયાનો ખર્ચ કરે છે. પરંતુ લોકડાઉનના કારણે જે આર્થિક ફટકો પડ્યો છે તેમાં ગુજરાત ક્યારે બેઠુ થશે તેની કોઇ ગેરન્ટી નથી.

એક વાતીચીતમાં જણાવ્યું કે ગુજરાતમાં હજુ કોરોનાનો ભય છે. આ કોરોનાને ભગવાન જ અટકાવી શકે. ગુજરાતનાં અર્થતંત્રને બેઠુ થતા સમય લાગશે. પટેલે સ્વીકાર્યું કે આપણે ફક્ત અનુમાનથી આગળ વધી રહ્યા છીએ. કોરોનાનો કોઇ અભ્યાસ નથી કે કોઇ તર્ક નથી. હવે જ્યારે કોરોનાનો બીજો રાઉન્ડ વુહાનમાં આવી રહ્યો છે ત્યારે શું થશે તેમાં આપણે કઇ શકીએ નહીં.


Related News

Loading...
Advertisement