પરપ્રાંતિય કટોકટીમાં સહાનુભૂતિ ડીસ્કાઉન્ટ કરવા ભાજપનો પ્રયાસ

18 May 2020 05:07 PM
Ahmedabad Gujarat
  • પરપ્રાંતિય કટોકટીમાં સહાનુભૂતિ ડીસ્કાઉન્ટ કરવા ભાજપનો પ્રયાસ

ગુજરાતમાં લાખો શ્રમિકો કે જે અન્ય રાજ્યના છે તેઓએ પોતાના વતન જવા ધસારો કર્યો છે અને તેના કારણે હજારો શ્રમિકો રોડ પર રખડે છે. સ્વાભાવિક છે તમામ શ્રમિકો માટે રાતોરાત વ્યવસ્થા થઇ શકે નહીં. જેમાં ગઇકાલે રાજકોટમાં કેટલાક શ્રમિકોએ ધીરજ ગુમાવી અને જે રીતે પોલીસ તથા મીડિયા પર હુમલો થયો તેને ભાજપે આફતને અવસરમાં બદલવાનો પ્રયત્ન કર્યો તો.

અત્યાર સુધી પરપ્રાંતિય શ્રમિકો મુદ્દે ભાજપના પ્રવક્તાઓ મૌન હતા પરંતુ આ હુમલાના પગલે એક બાદ એક પ્રવક્તાઓ મીડિયા સમક્ષ આવવા લાગ્યા અને આ હુમલાને વખોડી કાઢ્યો.

વાસ્તવમાં ગુજરાતમાં શ્રમિકો પ્રત્યે એક સહાનુભૂતિ હતી અને સરકાર જે રીતે હેન્ડલ કરી રહી હતી તેનાથી આક્રોશ પણ હતો. દેશભરમાં શ્રમિકો માર્ગો પર ઉઘાડા પગે જાય છે, અકસ્માતનો ભોગ બને છે તેનાથી એક વાતાવરણ જે સર્જાયુ હતું તેને બદલવા માટે ભાજપે પ્રયત્ન કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


Related News

Loading...
Advertisement