ગુજરાતના પોલીસદળમાં ઓલ વેલ નથી

18 May 2020 05:06 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતના પોલીસદળમાં ઓલ વેલ નથી

રાજ્યમાં જેમ જેમ ઉષ્ણાતામાનનો પારો વધતો જાય છે તેવી જ રીતે ગુજરાત પોલીસમાં ત્રણ ટોચના સિનિયર અધિકારીઓના મતભેદ વધતા જાય છે અને ત્રણેય દ્વારા રાજકીય નેતૃત્વ પાસે એકબીજાની ફરિયાદ કરી રહ્યા હોવાની ચર્ચા આાઈપીએસ લોબીમાં છે.

વાસ્તવમાં લાંબા સમયથી પોલીસ જે કામગીરી કરી રહી છે તેમાં જશને બદલે ક્યારેક આફત જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને ફિલ્ડમાં રહેતા અધિકારીઓ આ સ્થિતિમાં જે રીતે કામગીરી બજાવી રહ્યા છે તેમાં તેમને જશ મળે છે કે કેમ તે તો દૂરની વાત છે પણ ક્યારેક ઉપરથી ઓચિંતો ઠપકો આવી જાય છે અને તેના કારણે સિનિયર અધિકારીઓ તેનાથી સિનિયરથી નારાજ છે.


Related News

Loading...
Advertisement