કે.કે. બાદ હસમુખ અઢિયાની ગુજરાતના વહીવટી તંત્રમાં એન્ટ્રી

18 May 2020 05:05 PM
Ahmedabad Gujarat
  • કે.કે. બાદ હસમુખ અઢિયાની ગુજરાતના વહીવટી તંત્રમાં એન્ટ્રી

ગુજરાત સરકારમાં કેકે કૈલાશનાથન એક એવા અધિકારી છે કે જે સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંપર્ક ધરાવે છે અને રાજ્યમાં બે મુખ્યમંત્રીઓ બદલાયા પણ કેકેનું સ્થાન યથાવત છે અને તેઓ સરકારના ટ્રબલ શૂટર તરીકે જાણીતા બન્યા છે.

હાલમાં અમદાવાદમાં નહેરા કટોકટી સમયે કેકેએ જ અંતે નિર્ણય લીધો હતો તેમ માનવામાં આવે છે પણ હવે વધુ એક હાઈપ્રોફાઈલ અધિકારી હસમુખ અઢીયાને રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિમાં રાજ્યનાં અર્થતંત્રને ફરી કેમ બેઠું કરવું તે અંગે ચિંતા કરવાની જવાબદારી સોંપી છે.

હસમુખ અઢીયાએ હમણા સુધી દિલ્હીમાં નાણા મંત્રાલયમાં સૌથી વધુ પાવરફૂલ અધિકારી ગણાતા હતા પરંતુ તેઓ નિવૃત થઇને ગુજરાતમાં આવી ગયા છે અને તેઓ ભૂમિકા સીમીત નહીં રાખે તેવું રાજ્યના આઈએએસ વર્તુળોમાં ચર્ચા છે.


Related News

Loading...
Advertisement