ગુજરાતમાં કોરોના દર્દીઓના નવા લક્ષણોને ઇમરજન્સી વોર્નિંગ સિગ્નલ ગણાવતા નિષ્ણાંતો

18 May 2020 04:01 PM
Ahmedabad Gujarat Rajkot
  • ગુજરાતમાં કોરોના દર્દીઓના નવા લક્ષણોને ઇમરજન્સી વોર્નિંગ સિગ્નલ ગણાવતા નિષ્ણાંતો

દર્દીઓની ગંધ પારખવાની શક્તિ ચાલી જાય છે, માથાનો દુ:ખાવો અને મગજ તથા હૃદયના સ્ટ્રોકના દર્દીઓમાં પણ કોરોના પોઝીટીવના લક્ષણો જણાયા : ચિંતા વધી

રાજકોટ,તા. 18
ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં અને મૃત્યુઆંકમાં જે ઉછાળો આવ્યો છે તેની પાછળ હવે દર્દીઓમાં એક નવા ચિન્હો જોવા મળી રહ્યા છે અને સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા હાલમાં જે નવા લક્ષણો ઇમરર્જન્સી વોર્નિંગ સિગ્નલ તરીકે ઉમેરાયા હતાં તે હવે ગુજરાતના કોરોના પેશન્ટ દદીઓમાં જોવા મળ્યા હોવાના રિપોર્ટ બાદ આરોગ્ય તંત્ર માટે એક નવો પડકાર સર્જાયો છે.

ઓથોરિટી દ્વારા જે નવા સંકેતો આપવામાં આવ્યા હતા તેમાં જણાવાયું છે કે દર્દીઓ પોતાની ગંધ પારખવાની શક્તિ ગુમાવા મંડ્યા છે અને તીવ્ર ગંધ પણ તેમને ટેસ્ટ માટે આપવામાં આવી હતી તેને પારખી શક્યા ન હતા. સિવિલ હોસ્પિટલમાં 35 વર્ષના એક વ્યક્તિ કે જે કોરોના પોઝીટીવ જાહેર થયા હતા તેને તાવ કે શ્વાસ લેવાની તકલીફ જેવી બિમારી ન હતી પરંતુ જ્યારે તેને ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે તે પોઝીટીવ જાહેર થયા હતાં.

ગુજરાતમાં એક તરફ જ્યારે કોરોના તેની પકકડ વધુને વધુ જમાવટ કરી રહ્યો છે તે સમયે આ નવા સંકેતો તબીબી જગત માટે સૌથી મુશ્કેલ સાબિત થઇ રહ્યા છે. અમદાવાદનાં ડોક્ટરોએ જણાવ્યું કે નવા જે દર્દીઓ આવે છે તે પોતે અત્યંત થાકેલા હોય તેવું જણાય છે, તેમની ગંધ પારખવાની શક્તિ લગભગ ચાલી ગઇ હોય અને માથાનો તીવ્ર દુ:ખાવો પણ તેઓ અનુભવે છે. ઉપરાંત તેમને ઝાડાની તકલીફ થાય છે અને કેટલાક દર્દીઓમાં હૃદયરોગના હુમલા જેવી સ્થિતિ બની હોય તેવું પણ જણાય છે.

ગુજરાતમાં દર્દીઓનો મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને તે ટોચના રાજ્યો મહારાષ્ટ્ર, તામીલનાડુ કરતાં 5.7 ટકામાં સૌથી આગળ છે. ગુજરાતમાં રિકવરી રેટ પણ ઉંચો છે તેનો ઇન્કાર કરી શકાય નહીં. આપ્રકારના દર્દીઓ થોડા ડગલા પણ ચાલી શકતા નથી અને તેનાકારણે તેમને સંભાળવા પણ મુશ્કેલ બની જાય છે.

હાલમાં જ ગુજરાતની મુલાકાતે આવેલા એઇમ્સના ડીરેક્ટર ડો. રણદીપ ગુલેરીયાએ એવું જણાવ્યું હતું કે બ્રેઇન સ્ટ્રોક જેવી સ્થિતિમાં આવેલા દર્દીઓ કોરોના પોઝીટીવ જાહેર થયા છે અને હવે તેને એક નવા કોમ્પ્લીકેશન તરીકે ઓળખવામાં આવી રહ્યાં છે. યુએસએ ટુડેને રિપોર્ટ મુજબ વિશ્ર્વમાં આ પ્રકારના દર્દીઓ વધી રહ્યા છે અને તે ચિંતાની નિશાની છે.


Related News

Loading...
Advertisement