બ્રિંગબેક વિજય નેહરા હેશટેગ 'ટ્રેન્ડીંગ': કમિશ્નર તરીકે પાછા લાવવા ઝુંબેશ શરૂ

18 May 2020 03:01 PM
Ahmedabad Gujarat
  • બ્રિંગબેક વિજય નેહરા હેશટેગ 'ટ્રેન્ડીંગ': કમિશ્નર તરીકે પાછા લાવવા ઝુંબેશ શરૂ

અનેક યુઝર્સે અવનવી કોમેન્ટસ સાથે અધિકારીને ટેકો આપ્યો

અમદાવાદ તા.18
અમદાવાદ મ્યુનીસીપલ કમિશ્વર વિજય નેહરાની ગ્રામીણ વિકાસ વિભાગમાં સચિવ તરીકે બદલીના સમાચાર જાણવા મળતાં જ અમદાવાદીઓ તેમના સમર્થનમાં ઉતરી આવ્યા હતા, અને થોડી જ વારમાં ‘બ્રિંગબેક વિજય નેહરા’ હેશટેગથી ટ્રેન્ડ થવા લાગ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પ્રવકતા જયરાજસિંહ પરમારની શિક્ષિત લોકોએ નેહરાની અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના કમિશ્નર તરીકે બદલીના હુકમને વખોડી કાઢયો હતો.

મોટાભાગના યુઝરોએ કોરોના સામેના જંગમાં તેમની કામગીરીની તારીફ કરી હતી. કોરોનાના સંદિગ્ધ કેસો આક્રમકપણે શોધવા ઝુંબેશ ચલાવી હતી, અને એ કારણે શહેરમાં વધુને વધુ કેસો બહાર આવતા સતાધારીઓને ગમ્યું નહોતું. વળી તેમના કોરોના કેસો હજારોની સંખ્યામાં નોંધાયા હોત’ એવી ચેતવણી પણ કેટલાક લોકોમાં ડર પેદા કરાવનારી લાગી હતી.

ડો. સુમેધ નામના એક યુઝરે લખ્યું હતું કે, અમદાવાદના લોકોએ વિજય નેહરાની બદલીના નિર્ણય સામે કેમ્પેઈન શરૂ કરવી જોઈએ. આપણે બધાએ રાજકારણથી ઉપર ઉઠી. વિચારવું જોઈએ અને આવા મહત્વના સમયે આપણા શહેરમાં થવા દેવું ન જોઈએ. સુમિત કંસારા નામના બીજી એક યુઝરે લખ્યું હતું કે શરમ છે. આવા મુશ્કેલ સમયમાં પર આપણા શહેર માટે અથાગ પ્રયાસ કરનારા નહેરાજીને દૂર કરવામાં આવ્યા છે. આપણે આપણા મ્યુનીસીપલ કમિશ્નર તરીકે તેમની જરૂર છે. સાહિલ દાવડા નામના યુઝરે લિંગ આપી વિજય નેહરાને પાછા લાવવા પિટીશન પર સહી કરવા અનુરોધ કર્યો હતો.

બીજી બાજુ કેટલીક રસપ્રદ ટવીટ સોશ્યલ મીડીયામાં જોવા મળી હતી.
* સત્યનો ધર્મ થાય એ ધર્મ શીખવું, અહીં વિજય સામે સત્ય બોલ્યા તો બદલી થઈ ગઈ.
* નેહરુને બદલે નેહરા પર ભાઈએ ઠીકરું ફોડયું.


Related News

Loading...
Advertisement