સરકારે પાનના ગલ્લાને ખોલવાની મંજૂરી નહીં આપતા સૌરાષ્ટ્રના બંધાણીઓ નારાજ

18 May 2020 01:01 PM
Junagadh Saurashtra
  • સરકારે પાનના ગલ્લાને ખોલવાની મંજૂરી નહીં આપતા સૌરાષ્ટ્રના બંધાણીઓ નારાજ

બીડી-તમાકુ-સીગારેટ-ગુટખાના કાળાબજારને ખુદ સરકારે પ્રોત્સાહન આપ્યાની ચર્ચા

જૂનાગઢ,તા. 18
ગઇકાલે ચોથા લોકડાઉનમાં આપેલી છૂટછાટોમાં પાન માવા તમાકુના દુકાનદારોને ખોલવાની મંજુરી આપી નથી જેથી સરકારે નકલી બીડી, માવા, તમાકુના કાળા બજાર કરનાર પ્રત્યે ઉત્તેજન આપ્યું છે. તમાકુ બીડી માવા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ સૌરાષ્ટ્રમાં તેના મોટા પ્રમાણમાં બંધાણી છે. હાલ 55 દિવસથી લોકડાઉન છે તો જ્યાં કોરોનાનો કેસ નથી તેવા વિસ્તારને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવેલ છે. પરંતુ પાન ગલ્લાને જ છુટ આપવામાં આવી નથી. તમાકુ બીડી માવા હાનિકારક છે છતાં મોટો વર્ગ સૌરાષ્ટ્ર કચ્છ કાઠીયાવાડમાં વ્યસન દાયકાઓના ધરાવે છે. લોકડાઉનમાં 50 ટકા બંધાણીઓ બીડી તમાકુ માવા શોધવા ગમે તે ભાવે લેવા નીકળતા પોલીસની ઝપટે ચડી જાય છે. લોકડાઉનના 55 દિવસમાં નકલી ખરાબ ક્વોલીટીની તમાકુ ધાબડી 10 ગણા ભાવ લેનારાને સરપકારે ઉત્તેજન આપ્યું હોય તેવી ચર્ચા જામી છે. આતુરતાપૂર્વક જેની રાહ જોઇને બેઠેલ બંધાણીઓ નિરાશ થઇ જવા પામ્યા છે. તંત્ર દ્વારા કાળાબજારીઓને બંધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવામાં આવી છે.


Related News

Loading...
Advertisement