જૂનાગઢનાં ડુંગરપુરમાં યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

18 May 2020 01:00 PM
Junagadh Saurashtra
  • જૂનાગઢનાં ડુંગરપુરમાં યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

‘દારૂ દારૂીડીયાને પી ગયો’, વધારે પડતો દારૂ પીજતા મોત થયું

જૂનાગઢ,તા. 18
જૂનાગઢના ડુંગરપુર ગામે ચાંદની ચોકમાં રહેતા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ધીરુભાઈ સોલંકી (ઉ.25)એ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘર પાસેની દિવાલ પાસે આવેલ ઝાડમાં દોરડું બાંધીને વહેલી સવારે ચારના સુમારે ગળેફાંસો ખાઈ લેતા મોત નોંધાયું હતું. આ અંગેની તાલુકા પોલીસમાં ધીરુભાઈ મનજીભાઈસોલંકી (ઉ.45)એ કરતાં તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
સગીરાનું અપહરણ
જૂનાગઢથી 17 કિ.મી. દૂર ડુંગરપુર ગામે રોયલ્ટી ખડીયા રોડ પર સુભાષનગર ખાતે રહેતા ભાવનાબેન દિલીપભાઈ સોલંકી (દેપુ) (ઉ.38)ની 14 વર્ષની દિકીરને તા. 16નાં સવારે 11.30 બાદ કોઇ અજાણી વ્યક્તિ અપહરણ કરી ગયાની ફરિયાદ માતાએ નોંધાવતાં પોલીસ સબ ઇન્સ. વી.યુ. સોલંકીએ તપાસ હાથ ધરી છે.
દારુ દારુડીયાને પી ગયો
જૂનાગઢ જીઆઈડીસી-2પાણીના ટાંકા પાસે સીકંદર ઉર્ફે પપ્પુ મામદ ગામેતી (ઉ.40() રહે. સરગવાડાએ શનિવારના રાત્રિનાં વધારે પડતો દારુ પી લેતા મોત નોંધાયાનું ડીવીઝન પોલીસમાં જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
પુત્રનો પિતા પર હુમલો
છગનભાઈ અરજણભાઈ કણસાગરા રહે. મુળ રંગપુર તાલુકો કેશોદ હાલ રહે. કેશોદ લક્ષ્મીનગર-2 જીનીયસ સ્કૂલ બાજુમાં શ્રી દર્શન કોર્નર એપાર્ટમેન્ટવાળાએ પોલીસને એવા મતલબની ફરિયાદ આપી હતી કે રંગપુર ગામની સીમમાં ખેતરે પોતે આટો મારવા આવેલ ત્યારે પુત્ર આટો મારવા આવ્યા હવે પછી ત્યાં હાજર હતા. આરોપીએ ફરિયાદીને કહેલ કે તમે કેમ ખેતરમાં આટો મારવા આવ્યા હવે પછી ખેતરમાં આવતા નહીં આવું કહેવાની ના પાડતાં પુત્રએ ઉશ્કેરાઈ જઇ ફરિયાદી પિતાને ડાબા હાથ અને પીઠ ઉપર લાકડી તેમજ તેમજ હવે પછી ખેતરમાં પગ મુકશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદનાં આધારે આરોપી વિપુલ સામે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી. ઘટનાના પગલે આખા વિસ્તારમાં કપાતર પુત્ર સામે ફીટકારની લાગણી વરસવા પામી હતી.


Related News

Loading...
Advertisement