શાપરમાં રિપોર્ટર પર થયેલ હૂમલાની ઘટનાને વખોડી કાઢતું ગોંડલ પત્રકાર સંઘ

18 May 2020 12:51 PM
Gondal
  • શાપરમાં રિપોર્ટર પર થયેલ હૂમલાની ઘટનાને વખોડી કાઢતું ગોંડલ પત્રકાર સંઘ

ગોંડલ તા.18
ઔદ્યોગિક વસાહત શાપર વેરાવળ ખાતે પરપ્રાંતીય શ્રમિકો દ્વારા રવિવારે રસ્તા પર ઉતરી આવી ટીવી ન્યૂઝ ચેનલના પત્રકાર હાર્દિક જોશી પર કરાયેલા હિચકારા હુમલા ની ઘટના ને ગોંડલ પત્રકાર સંઘ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો છે અને આ તમામ શખ્સો પર કડક પગલા લેવા પત્રકાર સંઘ પ્રમુખ જીતુભાઈ આચાર્ય, હિમાંશુ પુરોહિત, જીતુભાઈ પંડ્યા, નરેન્દ્ર પટેલ (ગઙ), નરેશ શેખલીયા, ચંદ્રશેખર જયસ્વાલ, ગૌરાંગ મહેતા, જયેશ ભોજાણી, દેવાંગ ભોજાણી, વિશ્વાસ ભોજાણી, રાજુભાઈ ટોળીયા, હરેશ ગણોદિયા, ઋષિ પંડ્યા, ભાવેશ ભોજાણી, યોગેશ ભોજાણી, આશિષ વ્યાસ, રવિ રામાણી, પૃથ્વીસિંહ જાડેજા દ્વારા માંગ કરાઈ છે.
આ તકે પત્રકાર સંઘના પ્રમુખ જીતુભાઈ આચાર્ય એ જણાવ્યું હતું કે દેશના તમામ પત્રકારો કોરોના યોદ્ધાની જેમ ઠેર ઠેર પોતાના વિસ્તારોમાં કામ કરી રહ્યા છે પરપ્રાંતીઓ ને કોઈ મુશ્કેલી ન પડે, કોઈ ભૂખ્યા ન રહી જાય, વતન જવા માટે યોગ્ય દિશા સૂચન જેવી યથાયોગ્ય સેવાના ભાગરૂપે કામ કરી રહ્યા છે અને તેમના જ એક સાથીદાર પર થયેલા હુમલાને શાંખી શકાય તેમ નથી કેવું રોષ સાથે જણાવ્યું હતું આ સાથે રાજ્યના ગૃહ મંત્રી મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ પત્રકારોને સુરક્ષા કવચ પુરુ પાડવામાં કરવામાં આવી છે.


Loading...
Advertisement