કેશોદના મેસવાણ ગામે રસ્તાના હલાણ પ્રશ્ને ધિંગાણુ

18 May 2020 12:48 PM
Junagadh
  • કેશોદના મેસવાણ ગામે રસ્તાના હલાણ પ્રશ્ને ધિંગાણુ

કેશોદનાં શેરગઢ ગામે મહિલા પર નિર્લજ્જ હૂમલો કર્યાની રાવ

જૂનાગઢ તા.18
જૂનાગઢના કેશોદ તાલુકાના મેસવાણ કરેણી ગામે રસ્તે ચાલવા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે પ્રથમ બોલાચાલી બાદમાં બંને પરિવારો ઉશ્કેરાઈ પાઈપ અને લાકડી તેમજ દાતરડા જેવા હાથ વગા હથિયારોથી ધીંગાણું ખેલાયું હતું બનાવના પગલે બંને પરિવારો ના સભ્યોને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર માટે દવાખાને ખસેડવું પડ્યું હતું ઘટનાના પગલે આખા ગામમાં ચકચાર વ્યાપી જવા પામી હતી.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર કેશોદ તાલુકાના મેસવાણ કરણી ગામની સીમમાં ફરિયાદી રતીલાલ મુળજીભાઇ વડારીયા જાતે. પટેલ ઉ.વ 70 ધંધો ખેતી રહે.મેસવાણ કરેણી પ્લોટ વિસ્તાર વાળા જતા હતા ત્યારે આરોપી રતીલાલ ભાણજીભાઇ કનેરીયા રતીલાલભાઇની પત્ની પરાગભાઇ નાનુભાઇ (ભત્રીજો) આ કામના આરોપીઓએ ફરીયાદી ને કહેલ કે રસ્તામાંથી નીકળતા નહી તમે અહીથી ના પાડી હોવા છતાં શું કામ ચાલો છો. તેમ કહેતા ફરિએ કહેલ કે આતો અમારો બાપ દાદના વખતથી ચાલવાનો રસ્તો છે. તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ જેમફાવે તેમ ગાળો બોલવા લાગેલ ગાળો બોલવાની ના પાડતા ઉપરોક્ત આરોપીઓ સાહેદ પાર્થભાઇને જમણા હાથમા પાઇપ બાવળા ઉપર મારી દિધેલ તેમજ જપાજપી કરવા લાગેલ અને ફરીયાદીના પુત્રવધુ હંસાબેનને આ કામના આરોપીની પત્નીએ જાપટો મારી દિધેલ ઉપરાંત આરોપીઓએ અહીયાથી ચાલશો તો તમને જાનથી મારી નાખીશુ તેવી ધમકી પણ ઉચ્ચારી હતી જ્યારે સામાપક્ષે ફરીયાદી રતિલાલ ભાણજીભાઇ કનેરીયા પટેલ ઉ.વ 42 રહે.મેસવાણ કરેણી પ્લોટ વિસ્તાર વાળાએ પોલીસને જણાવ્યું હતું કે આરોપી મુકેશભાઇ રતીલાલ વડાલીયા હંસાબેન ,પાર્થ રતીલાલ,રતીલાલ મુળજીભાઇ, પોતે ખેતરમાં કામ કરતા હતા ત્યારે ત્યાંથી નીકળેલ અને મોટા અવાજે રાડો પાડી કહેવા લાગેલ કે અમે અહીંથી નીકળીશું તારાથી જે થાય તે કરી લેજે તેવું કહી પાઇપ તેમજ દાતરડા થી હુમલો કરી ફરિયાદી તેમજ સાહેદો ને નાની મોટી ઈજાઓ પહોંચાડી હતી ઘટનાના પગલે બંને પરિવારના સભ્યોના નાની મોટી ઈજાઓ પહોંચતા દવાખાને ખસેડવા પડ્યા હતા પોલીસે બંને પક્ષોની ફરિયાદો લઈ ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી.
નિર્લજ્જ હૂમલો
કેશોદના શેરગઢ ગામે ફરિયાદી મહિલા નીમુબેન પ્રવિણભાઇ વાળા ઉ.વ 32 ના એ પોલીસને ફરિયાદ આપતા જણાવ્યું હતું કે આરોપી મોહનભાઇ નારણભાઇ દયાતર,શૈલેષભાઇ હંસરાજભાઇ કુંભાણી,મતાભાઇ નારણભાઇ દયાતર,ટપો નારણભાઇ દયાતર,કપીલભાઇ જીકાભાઇ દયાતર,રવિભાઇ દયાતર કાળાભાઇ ભીમાભાઇ બાબરીયા,મહીપતભાઇ કાળાભાઇ બાબરીયા, વીશાલભાઇ દીલાભાઇ બાબરીયા, આલાભાઇ ટપુભાઇ નો દિકરો રહે તમામ શેરગઢ તેમજ અન્ય અજાણ્યા પાંચ ઇસમો આ કામના આરોપીઓ શેરગઢ ગામે આબેકટર ભવન પાસેના વોકરામા જે.સી.બી તથા ટ્રેકટર વડે ખોદકામ કરતા હોય જે ખોદકામના લીધે થનાર ખાડામા આ કામના ફરીયાદીના તથા સાહેદોના નાના છોકરા પડવાનો ભય હોય જેથી આ કામના ફરીયાદી તથા સાહેદો આ કામના આરોપીઓને સમજાવવા જતા તમામ આરોપી ઓએ એક સંપ કરી પ્લાસ્ટીકના પાઇપો વડે ફરીયાદી તથા સાહેદોને મારમારી ફરીયાદી નુ બાવડુ પકડી ઇજાઓ કરી હોવાની ફરિયાદ આપતા પોલીસે રાયોટિંગ, છેડતી, તેમજ એસ્ટ્રોસીટી એક્ટ,સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી હાલ કેશોદ એસ.સી. એસ. ટી.સેલ ડી.વાય.એસ.પી એસ.એસ.રત્નુ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.


Loading...
Advertisement