કેશોદ પોલીસ સ્ટેશનમાં બર્થ ડે ઉજવણી સામે કડક કાર્યવાહી; બંને પોલીસ કર્મી સસ્પેન્ડ : અધિકારીની બદલી

18 May 2020 12:37 PM
Junagadh Saurashtra
  • કેશોદ પોલીસ સ્ટેશનમાં બર્થ ડે ઉજવણી સામે કડક કાર્યવાહી; બંને પોલીસ કર્મી સસ્પેન્ડ : અધિકારીની બદલી

જૂનાગઢ સી ડીવીઝનમાં પણ કેશોદવાળી : પોલીસ કર્મી અને અધિકારી સામે પગલા લેવાતા પોલીસ બેડામાં ખળભળાટ

જૂનાગઢ,તા. 18
કેશોદ પોલીસ સ્ટેશનમાં જ પોલીસ દ્વારા નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી પોલીસ સ્ટેશનમાં જ બે પોલીસકર્મીનાં બર્થ ડેની ઉજવણી કરી નિયમોની કાયદાની ઐસી તૈસી ગણી તેના ધજીયા ઉડાડતો વીડિયો વાયરલ થવા પામતા જૂનાગઢ એસપી સૌરભસિંહ ખુદ કેશોદ દોડી ગયા હતાં.
કેશોદ પોલીસ સ્ટેશનમાં જ શા માટે કેક મંગાવાઈ હતી, કોણે મંગાવી હતી, આવી પ્રવૃતિ પોલીસ સ્ટેશનમાં ન કરવાની કડક સૂચના આપી હતી. તપાસમાં પોલીસમેન દેવાભાઈ ભારાઈ, પ્રકાશભાઈ ડાભીને સસ્પેન્ડ કરી નાખ્યા હતાં. કેશોદ પીઆઈનો ચાર્જ એચ.આઇ. ભાટીયા પાસે હતો તેને લીવ રિઝર્વમાં મુકી દેવામાં આવેલ અને તે ચાર્જ એન.આર.રાઠોડને સોંપવામાં આવ્યો હતો. કેશોદ પીએસઆઈ એમજી. બાલસની પણ લીવ રિઝર્વમાં બદલી કરી ભેંસાણ પીએસઆઈ એમ.સી. ચુડાસમાને કેશોદ મુકી દઇ આજે સંભાળી લીધ હતો. આ ઘટનાથી પોલીસ બેડામાં હલચલ મચી જવા પામી હતી.
જૂનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પણ કેશોદ પોલીસ સ્ટેશનની જેમ બર્થ ડે પાર્ટીનો વીડિયો વાયરલ થતાં બી ડવીઝન પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવેલ જ્યારે પીએસઆઈની બદલી કરી છે. લીવ રીઝર્વમાં માણાવદરથી આવેલા મહિલા પીએસઆઈને સી ડીવીઝન પીએસઆઈનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
કેશોદ પોલીસ સ્ટેશનમાં બે કર્મીનાં સી ડીવીઝનમાં પણ પોલીસમેનની બર્થ ડેની ઉજવણીના વીડિયોની તપાસ એસપીએ કરતાં પીએસઆઈ ડી.જી. બડવાને રીડર શાખામાં બદલી કરી નાખવામાં આવી છે જ્યારે માણાવદરની બદલી થઇને લીવ રિઝર્વમાં મુકાયેલા મહિલા પીએસઆઈ એન.વી. આંબલીયાને સી ડીવીઝનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે જ્યારે બર્થ ડે પાર્ટીનું શુટીંગ કરનાર પોલીસ કર્મી સંજય ચાવડાને સસ્પેન્ડ કરી દેવામાં આવતા પોલીસ બેડામાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો.


Related News

Loading...
Advertisement