વંથલીનાં મેઘપુર ગામે શેઢા પડોશી પિતા-પુત્રનો કુહાડી-પાઈપ વડે હુમલો

18 May 2020 11:59 AM
Junagadh Saurashtra
  • વંથલીનાં મેઘપુર ગામે શેઢા પડોશી પિતા-પુત્રનો કુહાડી-પાઈપ વડે હુમલો

માંગરોળમાં પીધેલી હાલતમાં સગાભાઈનો છરીથી હુમલો

જૂનાગઢ,તા. 18
વંથલી તાલુકાના મેઘપુર ગામે રહેતા અને ખેતીકામ કરતા આહીર યુવાનો પોતાના ખેતરે હતા ત્યારે તેના શેઢા પોઢસી મેર પિતા પુત્રએ કુહાડી લોખંડનાં પાઈપ મારતા દવાખાને ખસડાયવામાં આવેલ હતાં.
આ અંગેની વિગત મુજબ વંથલીથી 13 કિ.મી. દૂર મેઘપુર ગામેર રહેતા અને ખેતી કામ કરતા આહીર દિલીપભાઈ દેવાયતભાઈ ચુડાસમા શનિવારન પોતાના ખેતરે આંટો મારવા ગયેલ ત્યારે તેના શેઢા પાડોશી માથાભારે મેર વેજા ગાંગા સુત્રેજા ન્ે તેનો પુત્ર રાહુલ વેજા રહે. નેરડીવાળાએ કહેલ કે તું અહીં શું કામ આવે છે તેમ કહી આરોપી વેજા ગાંગાએ કુહાડીનો ઘા દિલીપભાઈ ચુડાસમાના માથામાં મારતાં લોહીલોહાણ કરી દીધેલ.જા ગાંગાના દિકરા રાહુલે લોખંડનો પાઈપ ડાબા પગમાં ગોઠવણમાં મારી ઢીકા પાટુનો માર માર્યાની ફરિયાદ વંથલી પોલીસમાં નોંધાવી છે. આ માથાભારે શખ્સ નરેડી ગામે પેશકદમી કરી દાદાગીરીથી રહે છે. ગામ લોકો આ રાહુલ સામે કોઇ બોલી શકતું નથી. આ પહેલા તે બંડીયા ગામે રહેતો હોય ત્યાં પણ અનેક લોકો સામે મારામારી લુખ્ખાગીરી કરતો હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી.
છરી ઝીંકી
માંગરોળ શાપુર દરવાજા વણકરવાસમાં રહેતા પ્રકાશ ઉર્ફે જીવરાજભાઈ ગોહેલ (ઉ.32)ને આરોપી તેનો ભાઈ પંકજ અમરા ગોહેલ દારુ પીતા તેમને તેમના પત્નીએ દારુ પીવાની ના પાડતાં બન્ને પગમાં લોખંડના સળીયા વડે આડેધડ માર મારી છાતીમાં છરીનો ઘા મારતાં દવાખાને ખસેડવામાં આવેલ. માંગરોળ પોલીસે તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement