વિજય નહેરા અંતે અમદાવાદમાંથી આઉટ: ગ્રામ્ય વિકાસ કમિશ્નર બનાવાયા

18 May 2020 11:00 AM
Ahmedabad Gujarat
  • વિજય નહેરા અંતે અમદાવાદમાંથી આઉટ: ગ્રામ્ય વિકાસ કમિશ્નર બનાવાયા

સક્ષમ ગણાતા સનદી અધિકારીની કાર્ય પદ્ધતિ નહિં તેમની હાઈપ્રોફાઈલ સરકારને ગમી નહિં: હવે એડી.ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તા-મ્યુ.કમિશ્નર મુકેશકુમારે સાબિત કરવુ પડશે.

ગાંધીનગર તા.18
ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે કોરોના-ક્રાઈસીસ હેન્ડલ કરી રહેલા ટોચના અધિકારીઓમાં સતત નવી નવી નિયુકિત અને બાદમાં અમદાવાદ મ્યુનિ.કમી. તરીકે હાઈપ્રોફાઈલ અધિકારી તરીકે જાણીતા બનેલા આઈએએસ અધિકારી વિજય નહેરાનો ‘કવોરન્ટાઈન’ પીરીયડ પૂરો થતાં જ જે રીતે તેઓને ગાંધીનગરમાં ગ્રામ્ય વિકાસ કમીશ્નર તરીકે બદલી કરતાં અમદાવાદમાં હવે એડી.ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તા અને મ્યુ.કમીશ્નર મુકેશકુમાર પૂર્ણ રીતે કોરોના કટોકટી હેન્ડલ કરશે તે નિશ્ચિત છે.

નહેરાએ અમદાવાદમાં કોરોનાને ‘ગ્લોરીફાય’ કરી દીધુ હતું તેવુ સરકાર માનતી હતી તેથી જ ગત તા.4 મેના રોજ વિજય નહેરાએ ઓચિંતુ ટવીટ કરીને પોતે કોરોના પોઝીટીવના સંપર્કમાં આવ્યા હોવાથી સેલ્ફ કવોરન્ટાઈન થાય છે તેવી જાહેરાત કરી હતી. તે દિવસથી જ તેઓનાં ભાવી અંગે પ્રશ્ન સર્જાઈ ગયો હતો અને પછી ચાર દિવસ બાદ વધુ એક ટવીટથી તેઓએ મારો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે તેવુ જણાવીને ફરી ડયુટી પર આવવા આતુરછે તેવો સંકેત આપતા સરકાર ભડકી ઉઠી હતી.

અમદાવાદમાં એડી.ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તા એકંદરે ચાર્જમાં હતા. મુકેશકુમાર મ્યુ.સેક્રેટરી તરીકે સેકન્ડ ઈનચાર્જ હતા હવે નહેરાને ફરી ચાર્જ સોંપવામાં આવે તો મુકેશકુમારને ફરી મૂળ સ્થાને મુકવામાં આવે તેવી સ્થિતિ હતી પણ સરકારે આ ટવીટની ચિંતા કર્યા વગર જ નહેરાનું કવોરન્ટાઈન પીરીયડ 14 દિવસનો ગણાય તેવું જણાવીને તેમની ઉપેક્ષા કરી અંતે કાલે તેઓને ગાંધીનગર ખસેડી લીધા.

સરકારનાં સુત્રો કહે છે કે નહેરાને અમદાવાદમાં કોરોના સામેની કાર્યવાહીમાં ફ્રી હેન્ડ અપાયો હતો છતાં તેઓએ પરિણામ લાવવામાં નિષ્ફળ ગયા હતા અને તેમાં અમદાવાદમાં 8 લાખ લોકો કોરોનાનો શિકાર બની શકે છે તેવુ નિવેદન કરીને તેમની ખુદની મુશ્કેલી વધારી હતી.

ગુજરાતમાં એક તરફ મહાપાલીકાની ચૂંટણી હવે બહુ દુર નથી. જોકે કોરોનાની તે મુલત્વી રાખી શકાય છે પણ ભાજપને ડેમેજ-થવાનો ભય છે. વાસ્તવમાં નહેરાની લાઈન સાચી હતી તેઓએ અમદાવાદમાં ટેસ્ટીંગમાં જબરો વધારો કર્યો. આજે રાજય સરકાર રાષ્ટ્રીય સરેરાશથી ગુજરાતમાં વધુ ટેસ્ટ થાય છે. તેઓ દાવો કરે છે પણ આ નહેરાનો જ પ્લાન હતો તેણે કલસ્ટર ઝોનમાં પ્રતિ 10 લાખ 1400 ટેસ્ટ સુધી લઈ ગયા જે એક રેકોર્ડ છે. તે સમયે રાષ્ટ્રીય સરેરાશ 331ની હતી ખાસ નહેરાની વ્યુહરચના ખોટી ન હતી. પણ રાજકીય બોસને તેની હાઈપ્રોફાઈલ બનતી જતી છબી પસંદ ન હતી.

હવે અમદાવાદમાં મ્યુ.કમિશ્નર પર પણ એડી ચીફ સેક્રેટરીને મુકાયા છે. તેઓ કેવા સફળ થાય છે તેના પર સૌની નજર છે.


Related News

Loading...
Advertisement