ડો. જયંતિ રવિએ બે દિવસમાં બે વખત ખુલાસો કરવા દોડવું પડયું

18 May 2020 10:55 AM
Ahmedabad Gujarat Rajkot
  • ડો. જયંતિ રવિએ બે દિવસમાં બે વખત ખુલાસો કરવા દોડવું પડયું

ટેસ્ટમાં પણ આરોગ્ય સચિવ- અમદાવાદ મ્યુનીસીપલ કમિશ્નરના આંકડા જુદા: અમદાવાદમાં સુપર સ્પ્રેડરના કેસનો ગૂપચૂપ ઉમેરો- રાજકોટના ધમણ વેન્ટીલેટરનો વિવાદ થયો

રાજકોટ: ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિને છેલ્લા બે દિવસમાં બે વખત ખુલાસા કરતી વિડીયો-કલીપ જાહેર કરવી પડી હતી અને તેનાથી સરકારમાં એકશન સામેં પર પ્રશ્ન ઉભો થયો છે. શનિવારે જાહેર થયેલા કોરોના પોઝીટીવના આંકડા ઓચિંતા જ 11000ની નજીક પહોંચી ગયા હતા જે 10000ને પાર કરશે તેવા સંકેત હતા પણ તેઓ આરોગ્ય વિભાગે 348 પોઝીટીવ કેસ તા.16-5 ની પ્રેસ યાદીમાં જણાવ્યુ હતું પણ કુલ કેસ 10989 બતાવ્યા હતા. જે અગાઉના દિવસના શુક્રવારના 9032 આંકમાં 348 ઉમેરો તો પણ આ સંખ્યા થતી ન હતી.

જે અંગે સરકાર પ્રેસ યાદીના છેડે અમદાવાદમાં અઠવાડીયા દરમ્યાન 33500 સુપર સ્પેડરરની ચકાસણી હાથ ધરાઈ હતી અને 6587 લોકોના સેમ્પલ લેવાયા જેમાં 709 પોઝીટીવ જાહેર થયા છે તેવો ખુલાસો થયો હતો અને ડો. જયંતિ રવિએ ખુલાસો કરવા ખાસ વિડીયો કલીપ જારી કરી હતી અને એક જ દિવસમાં વધુ 1057 કેસ નોંધાયાનું સ્વીકાર્યુ હતું. જો કે તેમાં પણ પ્રશ્ન છે. ડો. રવિએ 6587 ટેસ્ટ થયા હોવાનું જાહેર કર્યુ તો અમદાવાદમાં કોરોના ઈન્ચાર્જ રાજીવ ગુપ્તાએ જાહેર કર્યુ હતું કે, 12500 ટેસ્ટ થયા હતા.

બીજી તરફ ગઈકાલે રાજકોટની કંપનીએ સપ્લાય કરેલા ધમણ-1 વેન્ટીલેટરનો વિવાદ સર્જાયો. આ વેન્ટીલેટર કોરોના દર્દીઓ માટે યોગ્ય નથી તેવુ સિવિલના સુપ્રી.એ આરોગ્ય વિભાગને પત્ર લખી તથા આધુનિક વેન્ટીલેટર જ ચાલી શકે તેવું જણાવતો પત્ર મિડીયામાં લીક થઈ ગયો હતો. રાજકોટની કંપનીના આ વેન્ટીલેટર અંગે ખુલાસો કરવા ફરી જયંતિ રવિએ આવવું પડયું અને વિવાદ શાંત પાડવાના બદલે તેમાં કોઈ નકકર જવાબ આપી શકયા નહી.


Related News

Loading...
Advertisement