ગુજરાતમાં કોરોના પોઝીટીવ 11000ને પાર: મૃત્યુઆંક 659

18 May 2020 10:52 AM
Ahmedabad Gujarat Rajkot
  • ગુજરાતમાં કોરોના પોઝીટીવ 11000ને પાર: મૃત્યુઆંક 659

શનિ-રવિ રાજય માટે કોરોના અને વિવાદ અવલ્લ બન્યા: રવિવારે વધુ 391 દર્દીઓમાં અમદાવાદમાં 276 મહાનગર મૃત્યુમાં બીજો મોટો આંક : ડે.મામલતદાર સહીત અમદાવાદનાં 10 મહેસુલ કર્મચારી પોઝીટીવ: એકનું મોત: અમદાવાદ સિવીલ ફરી વિવાદમાં ચાર જ દિવસમાં પોઝીટીવ દર્દીને રજા અપાઈ: મૃત્યુ વધતા તપાસના આદેશ

રાજકોટ:
ગુજરાતમાં લોકડાઉન-3ના અંત સમયે પણ કોરોનાથી ચિંતા વધારતા અહેવાલ મળ્યા છે અને ગઈકાલે રાજયમાં અમદાવાદમાં 276નવા કેસ સાથે કોરોના પોઝીટીવનાં વધુ 391 કેસ નોંધાતા ગુજરાતમાં પોઝીટીવની સંખ્યા વધીને 11380 કેસ સાથે તે દેશમાં નંબર ટુ પર ફરી પહોંચી ગયુ છે અને રાજયમાં હાલ 6184 એકટીવ કેસ છે. જયારે 34 લોકોના મોત થતાં ગુજરાતમાં કોરોનાના મોતનો આંકડો 659 થયો છે. રાજયમાં 191 લોકો સ્વસ્થ થયા બાદ હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ કરતા કુલ 4499 લોકો ડીસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં આ રીતે 334 મોત એ બીજા નંબરનો સૌથી મોટો આંકડો છે.

અમદાવાદ એકલુ જ 31 નવા મોત સાથે કુલ મૃત્યુઆંક 500ને ક્રોસ કરી ગયો છે. અને કુલ 524 મૃત્યુ આ મહાનગરમાં નોંધાયા છે. અમદાવાદ-સુરતમાં નવા 45 અને વડોદરામાં 21 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના પોઝીટીવના એક દર્દીને ફકત 4 દિવસ બાદ ડીસ્ચાર્જ કરાયો હતો અને તેનું માર્ગમાં જ મૃત્યુ થતાં તે મામલો ગરમાયો છે અને ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્વ આરોગ્ય સચીવ જે.પી.ગુપ્તાને તપાસ માટે આદેશ આપી આજે બપોર સુધીમાં રીપોર્ટ આપવા જણાવ્યું છે.

અમદાવાદમાં જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે. તેનાથી સિવીલ સહીતનાં તંત્રમાં મુશ્કેલી વધી રહી છે અને તેથી ગુજરાતમાં ઉંચા ડીસ્ચાર્જ રેટ સામે પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે રાજયમાં ભારે ટીકા બાદ ટેસ્ટ વધ્યા હોવાના સંકેત છે. રાજયમાં ગઈકાલે 5193 ટેસ્ટ કરાયા હતા જે મે-7 બાદનાં સૌથી વધુ ટેસ્ટ છે જે દિવસે સૌથી વધુ 5362 સેમ્પલ ટેસ્ટેડ થયા હતા. રાજયમાં કુલ 1043 લાખ સેમ્પલ ટેસ્ટ થયા છે.

બીજી તરફ અમદાવાદ એક ડેપ્યુટી મામલતદારનું કોરોનાના કારણે મોત થયુ હતું તો અમદાવાદ કલેકટરના 10 કર્મચારીઓ પોઝીટીવ જાહેર થતા મહેસુલ વિભાગમાં જબરો ભય વ્યાપી ગયો છે. દિનેશ રાવલ નામનાં આ નાયબ મામલતદારને તા.11 ના રોજ કોરોના પોઝીટીવ જાહેર થયા હતા અને રવિવારે નિધન થયુ હતું. તેઓ અમદાવાદ કલેકટરમાં ફરજ બજાવતા હતા.

જીલ્લા કલેકટર કે.કે.નિરાલાએ અફસોસ વ્યકત કર્યો હતો. રાજયનું મહેસુલ વિભાગ ખાસ કરીને કલેકટર કચેરીનાં કર્મચારીઓ કોરોના સામેની લડતમાં રાત દિવસ ફિલ્ડ અને ઓફીસમાં કામ કરે છે જેમાં તેઓને કોરોના પોઝીટીવનો પણ મુકાબલો કરતા હોય છે. અમદાવાદમાં એક વધુ મામલતદાર અને ડે.મામલતદાર તથા અન્ય 8 કર્મચારી પોઝીટીવ જાહેર થયા છે. જોકે કલેકટર ઓફીસમાં મહતમ સારવાર અપાઈ રહી છે.


Related News

Loading...
Advertisement