ગુજરાતના 657 નાગરિકો વિદેશોમાંથી પરત આવ્યા

16 May 2020 05:34 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતના 657 નાગરિકો વિદેશોમાંથી પરત આવ્યા

ગાંધીનગર તા.16
સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ નો કહેર યથાવત રહ્યો છે ત્યારે ગુજરાતના અન્ય દેશમાં ફસાયેલા નાગરિકોને તબક્કાવાર પરત લાવવાની કામગીરી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. ભારત સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના અન્ય દેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓ વ્યાપારીઓ પર્યટકો અને ડેલિગેશનને પરત લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે સરકાર દ્વારા તબક્કાવાર કરવામાં આવતી આ કામગીરીમાં કુવૈત થી 73 લોકો પરત આવ્યા છે જ્યારે યુએસ 103 લોકો ગુજરાત આવી ચૂક્યા છે આ ઉપરાંત મનિલા માંથી 168 પ્રવાસીઓ તેમજ લંડનથી 313 ગુજરાતી નાગરિકો પરત આવ્યા છેજો કે વિદેશથી પરત ફરતાં ગુજરાતી નાગરિકો માટે સરકારે એવો નિર્ણય કર્યો છે કે, વિદેશમાંથી ગુજરાત આવતા મુસાફરોએ અમદાવાદ સુરત અને પોતાના વતનના જિલ્લા સિવાય બાકી રહેતા જિલ્લા પૈકી કોઈપણ જિલ્લાની પસંદગી કરવાની રહેશે જેમાં તેમણે ઇન્સ્ટિટ્યૂશનલ કવોરેન્ટાઇન પસંદ કરેલા જિલ્લામાં ફરજીયાત કરવાની રહેશે.


Related News

Loading...
Advertisement