ચીન છોડવા માંગતી કંપનીઓને ભારત લાવવાના પ્રયાસોને ફટકો: અમેરિકા સિવાય બીજે કયાંય જશે તો ટેકસ નાખવા ટ્રમ્પની ધમકી

16 May 2020 05:18 PM
World
  • ચીન છોડવા માંગતી કંપનીઓને ભારત લાવવાના પ્રયાસોને ફટકો: અમેરિકા સિવાય બીજે કયાંય જશે તો ટેકસ નાખવા ટ્રમ્પની ધમકી

ઓવેલથી ભારતમાં આવવાની હિલચાલ સામે આકરી પ્રતિક્રિયા

ચીન છોડવા માંગતી કંપનીઓને ભારત આવવા લોભાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજનાને ફટકો પડે તેવા ઘટનાક્રમમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપલ જેવી કંપનીઓને ધમકી આપી છે કે જો તે અમેરિકા બહાર ઉત્પાદન કરશે તો તેમની પાસેથી વધુ ટેકસ લેવાશે.
ટ્રમ્પે જાહેર કર્યું છે કે તે કંપનીઓ ચીનથી તેમના મેન્યુફેકચરીંગ બેસ અમેરિકા સિવાય અન્ય દેશોમાં ખસેડશે તો તે નવા ટેકસ નાખશે. ટ્રમ્પે ટેકસેશનને મેન્યુફેકચરીંગ અમેરિકામાં પાછુ લાવા કંપનીઓને પ્રોત્સાહન ગણાવ્યું છે.
ટ્રમ્પે અગાઉ પણ અવારનવાર અમેરિકી કંપનીઓને વધુ રોજગારી ઉભી કરવા તેમનુ મેન્યુફેકચરીંગ અમેરિકા ખસેડવા હાકલ કરી છે. ‘મેક અમેરિકા ગ્રેટ અગેન’ ના તેમના સૂત્ર મુજબ તેમણે આ નીતિ રાખી છે.
ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે એપલ તેના મેન્યુફેકચરીંગનો નોંધપાત્ર હિસ્સો ભારત ખસેડી રહ્યું છે. આ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે જો તે આવું કરશે. અમે એપલને થોડો ઝટકો આપીશું, કેમકે અમે વેપાર સમજૂતી કરી છે તે કંપની સામે એપલ સ્પર્ધા કરી રહી છે. એપલ માટે આ થોડું અયોગ્ય રહેશે, પણ હવે અમે પાછું નહીં થવા દઈએ.
ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકન કંપનીઓને તેમનું મેન્યુફેકચરીંગ અમેરિકામાં પાછું લાવવા પ્રોત્સાહનો આપવાના બદલે તે અન્ય દેશમાં જશે તો ટેકસ નાખશે.


Loading...
Advertisement