જૂનાગઢમાં પાનનો ગલ્લો તૂટયો, બીડી-તમાકુ ગુટખા સિવાય બધી ચીજવસ્તુઓ સલામત

16 May 2020 01:16 PM
Junagadh Saurashtra
  • જૂનાગઢમાં પાનનો ગલ્લો તૂટયો, બીડી-તમાકુ ગુટખા સિવાય બધી ચીજવસ્તુઓ સલામત

તસ્કર પાકો વ્યસની હોવાની પોલીસને શંકા

જૂનાગઢ,તા. 16
જૂનાગઢ મનોરંજન સરકીટ હાઉસ જિલ્લા ટ્રાફીક પોલીસની સામે જ પાન બીડીની દુકાન તોડી તસ્કરે બીડી સીગારેટ, તમાકુ ગુટખાની ચોરી કરી હતી.
જૂનાગઢ મનોરંજન સર્કિટ હાઉસ અને જિલ્લા ટ્રાફીકની સામે જ આવેલ ક્રિષ્ના ડીલક્ષ પાનની દુકાનની પાછળના ભાગે આવેલ ઔ. ઝાલવાડી બ્રહ્મસમાજબોર્ડિંગના ભાગેથી દુકાનના એક મોટી પંખો કાઢી પથ્થરનું બેલુ હટાવી દુકાનમાં પ્રવેશ કરી સીગરેટના પાકીટો અંદાજી 20હજારના સોપારી, તમાકુ ચુનાના પાઉચ ઉપરાંત ટીવી સહિત અંદાજે 60 હજાર જેટલો માલ સામાન ઉઠાવી ગયાનું જાણવા
મળેલ છે.
આ ચોરે એક પણ કોસ્મેટીક ચીજવસ્તુને હાથ લગાડ્યો ન હતો. મોંઘા અતર સ્પ્રેના બોક્સને હાથ પણ લગાડાયો ન હતો. ક્રિષ્ના ડીલક્સના માલીક નારણભાઈ આહીરે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવ્યાનું જાણવા મળેલ છે જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement