વૈભવ જીનીંગ મીલમાં મોડીરાત્રે આગ લાગતા લાખોનું નુકસાન : આગ કાબુમાં

16 May 2020 01:02 PM
Botad
  • વૈભવ જીનીંગ મીલમાં મોડીરાત્રે આગ લાગતા લાખોનું નુકસાન : આગ કાબુમાં

બોટાદના ગઢડા તાલુકાના માલપરા-પાટણા ગામ વ્ચચે: મોટા પ્રમાણમાં કપાસની ગાસડીઓ બળીને ખાખ

બોટાદ,તા. 16
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનાં માલપરા પાટણા ગામ વચ્ચે આવેલ વૈભવ જીનીંગ કોટન મીલમાં આગ લાગતા ગઢડાના ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં.
ગઇ મોડીરાત્રેલાગેલી આગ હાલ કાબુમાં આવ્યાના સમાચાર છે તેમજ મોટા પ્રમાણમાં કપાસની ગાસડીઓ બળીને ખાખ થઇ ગઇ છે.
આગ લાગવાનું કારણ અકબંધ છે. લાખોનું નુકસાન થયાનો અંદાજ છે. તપાસ ચાલી રહી છે.


Loading...
Advertisement